Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
છે...શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
| SGST ફો E. વળી જે જીવ જિનવચનને ધ્યાનમાં લેતો નથી. તે સુખથી ઉણો (સુખને પામી શકતો . નથી) રહે છે. ઘણાં દુઃખોનો ભોક્તા બને છે અને શિવમાર્ગને પામી શકતો નથી. (૧૦)
અને જે જિનવચન પર શ્રદ્ધા રાખે છે તે ક્યારેય કષાયથી ભરાતો નથી. મદથી મસ્ત છે (માતો) થતો નથી. પણ ધર્મનો ધ્યાતા બને છે. (૧૧) દિન વળી જિનવાણી અમૃત રસની ખાણ છે. એમ સમજીને હે ભવ્યજીવો ! તમે બોધ પામો અને ચોરાશીના ચક્કરમાં ભટકતાં તમારા આત્માને તારો. (૧૨)
જે જીવ આ પ્રમાણે સાંભળી જિનધર્મનો રાગી બને છે તે સમતારસમાં ઝીલતો શિવરમણીને વરે છે એમ જ્ઞાની ભગવંત ભાખે છે. (૧૩).
એ પ્રમાણે ગુણની ખાણ સમી મનોહર દેશના મુનિભગવંતે ભવ્યજીવોના હિત માટે Sી આપી. (૧૪)
- દેશના સાંભળીને અવસર પ્રાપ્ત કરી મુનિને મસ્તક નમાવી કનકમાલા રાણી મુનિવરને કહેવા લાગી કે, હે શિવગામી સ્વામી ! મારી વાત સાંભળો - (૧૫)
રાત્રી સમયે પ્રેમની બુદ્ધિથી અને મનની શુદ્ધિથી મને પ્રતિબોધ કરવા કોઈક આવે છે | તે કોણ છે ? આ મારો સંશય છેદો. (૧૬)
હે સ્વામી ! મારા મનમાં આ કૌતુક છે. તેમજ સંદેહ છે. તેનું નિવારણ કરવા આપને ની પૂછું છું. મને આશા છે આપ મારા મનનું નિરાકરણ કરશો ! (૧૭) ડી એ પ્રમાણે એક એક ઢાલમાં આનંદ ઉપજાવે તેવી આ અડતાલીસમી ઢાળ પૂર્ણ થઈ. Sો હવે ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે. વધુ મીઠાશની વાતો હે શ્રોતાજનો ! હવે આગળ
આવી રહી છે તે ધ્યાન દઈને સાંભળજો. (૧૮)