Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
શ્રી વિજયચંદ્ર કેવલી કહે, તું સાંભળ નૃપ હરિચંદ રે; અક્ષતપૂજાએ ચાર તે, જીવ પામ્યા પરમાનંદ રે. ધન્ય૦ ૧૪ ઢાળ છત્રીસમી એ કહી, સુણો ભવિયણ રંગીલા રે; ઉદય કહે પૂજા થકી, લહિયે મનવંછિત લીલા રે. ધન્ય૦ ૧૫
ભાવાર્થ : જયસુંદરી અને રતિસુંદરી શ્રી જિનવચન સાંભળીને પોતે પોતાના કર્મને છેદે છે. જિનવચને ભવિજનના મન ભેદાયા, સહુ ધર્મના રાગી બન્યા. મુનિરાજને ધન્ય છે જે મનનાં સંશય ટાળે છે અને આગમનો અર્થ પ્રકાશીને શ્રી જિનશાસનને અજવાળે છે. (૧, ૨)
હેમપુરનો રાજા હેમપ્રભ હવે કેવલી ભગવંતને મસ્તક નમાવીને પૂછવા લાગ્યો કે, હે ભગવંત ! પુત્રે, રાણીએ અને મેં એવું શું પુણ્ય કર્યું કે જેનાં પ્રભાવે આ રાજ્યઋદ્ધિ પ્રાપ્ત કરી ? (૩)
તે સાંભળી કેવલી ભગવંત કહેવા લાગ્યાં કે, હે રાજન્ ! શુકના ભવમાં તું પોપટ અને આ તારી પત્નિ અને કુમાર તે તારો પુત્ર હતો. એક વખત ચારણશ્રમણ મુનિના મુખથી જિનપૂજાનો મહિમા સાંભળી તે પરિવાર સાથે જિનની અક્ષતપૂજા કરી હતી અર્થાત્ જિન આગળ અક્ષત ધર્યા હતાં, તે પુણ્યથી તમે ચાર જણ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી સુરલોકે ગયા. (૪)
અને અનુક્રમે ત્યાંથી ચ્યવી તમે ત્રણ અહિં જન્મ પામ્યા છો અને જે દેવી વાન૨ીરૂપે આવી હતી તે શુક ભવની તારી પુત્રી હતી તે અત્યારે દેવલોકમાં છે. (૫)
વળી હે રાજન્ ! અક્ષતપૂજાના પુણ્યથી તમે સુરલોકના અને માનવભવના સુખ પ્રાપ્ત કર્યા છે અને હવે અહીંથી ત્રીજા ભવે તમે શિવપુરના મીઠાં સુખને પ્રાપ્ત કરશો. (૬)
એ પ્રમાણે કેવલીનાં વચન સાંભળી હેમપ્રભરાજાએ રતિસુંદરી રાણીના પુત્ર રતિદત્તને પોતાનું રાજ્ય આપ્યું અને પોતે જયસુંદરી અને જયદત્ત સાથે કેવલી ભગવંત પાસે સંયમ ગ્રહણ કર્યું. (૭)
હવે સહુ નરનારી સર્વે અણગારોને વંદન કરી પોતાના ઘરે પહોંચ્યા અને કેવલી ભગવંતે પણ પોતાના પરિવાર સાથે વિહાર કર્યો. (૮)
હેમપ્રભ રાજઋષિ જયસુંદરી સાધ્વી અને જયદત્ત મુનિવર આ ત્રણે જીવ ત્રિવિધ યોગે વ્રતને પાળે છે અને વ્રતને જરાં પણ દૂષિત થવા દેતાં નથી. છઠ્ઠ અઠ્ઠમ આદિ તપ કરે છે અને ક્ષમા રાખીને કર્મને ખપાવે છે. (૯)
૨૦૮