Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
છે. . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
SG ) ભાવાર્થ : આપણી નજરને જે રુચતું નથી તે મનને પણ ગમતું નથી અને જેની સાથે પૂર્વભવની પ્રીતિ હોય છે તે પહેલી નજરમાં જણાઈ આવે છે. (૧)
જન્માંતરનો એક બીજા સાથેનો જે સંબંધ હોય છે તેનો જો મેળાપ થઈ જાય છે તો તેની સાથે મન પણ માને છે. પણ બીજા સાથે મન માનતું નથી. (૨) | વિનયશ્રીએ કામદેવ સ્વરૂપી અનેક રાજાઓ નીરખ્યા પણ તેનાં ચિત્તમાં એક પણ ની રાજકુમાર વસ્યો નહિ કોઈપણ રાજકુમારે તેનું મન વિંધ્યું નહિ. (૩)
સુરવિક્રમ રાજા પણ વિનયશ્રીના મનની વાત સમજી ગયો કે તેને એકપણ મહિપતિ પસંદ પડ્યો નથી ! તેથી હવે રાજા દરેક દેશોમાં દૂતને સારી રીતે પ્રેરણા આપીને મોકલે Sા છે. (૪)
દરેક દેશોમાં દૂતને મોકલે છે અને તે તે દેશના રાજાના રૂપના ચિત્રપટ આલેખાવીને Eી રાજા મંગાવે છે પણ તેમાંના કોઈપણ રાજાઓ પ્રત્યે વિનયશ્રીનું મન માનતું નથી. (૫) 6 એમ અનેક ચિત્રપટ્ટ મોટા મોટા રાજાઓના આવે છે એક એકથી અધિક તે રાજાઓ ની છે અને સુરવિક્રમ રાજા ઘણાં ચિત્રપટ્ટ મંગાવે છે. (૬)
પરંતુ વિનયશ્રી ને ચિત્રપટ્ટ જોઈને કોઈના પ્રત્યે મનમાં મોહ જાગતો નથી. ચિત્ત Eી કોઈનાં પ્રત્યે ચાહના ધરાવતું નથી અને કોઈના રૂપ પ્રત્યે રઢ પણ લાગતી નથી. (૭) ની પુત્રીના મોહે કરીને સૂરવિક્રમરાજા ચિંતે છે કે ભૂપીઠને વિષે વિધાતાએ તેને યોગ્ય | કોઈપણ રાજકુમાર નિપજાવ્યો નથી ! (૮)
એ પ્રમાણે ઈલાપતિ વિચારી રહ્યા છે. તેવામાં પદ્મપુર નગરથી “જયકુમાર'નો ચિત્રપટ્ટ | આવ્યો તે જોતાં જ વિનયશ્રી' રોમાંચિત થઈ થકી હૈયાથી હર્ષ પામવા લાગી. (૯)
અને મનમાં કહેવા લાગી ત્રિવિધ કરીને સહુની સાક્ષીએ જયકુમારને વરુ છું એ પ્રમાણે રાજાએ પણ તે ચિત્રપટ્ટ જોયો અને હર્ષિત થયા થકા સહુ બોલવા લાગ્યા કે | જયકુમાર અને વિનયશ્રીની જુગતી જોડી મલી છે. (૧૦)
ત્યારબાદ સૂરવિક્રમ રાજાએ કન્યાદાન નિમિત્તે જયકુમારને તેડાવ્યો અને તે જયકુમાર પણ મોટા સાજ સાથે જાન લઈને તત્ક્ષણ ત્યાં આવ્યો. (૧૧)
સુરવિક્રમ રાજાએ મોટા મહોત્સવપૂર્વક આડંબર સહિત સામૈયું કર્યું અને માંગલિક વાજિંત્રો વગડાવી શુભ લગને શુભયોગે પોતાની પુત્રી વિનયશ્રી તેની સાથે પરણાવી. (૧૨) તે
વળી કરમોચન વખતે રાજાએ અનેક દાન આપ્યું. ગૌરવ આદિ રંગપૂર્વક કર્યું અને | સુરવિક્રમ રાજાએ એ પ્રમાણે જયકુમારની તથા જાનૈયાની અત્યંત ભક્તિ કરી. (૧૩)