Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
STD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ
) 3 ઢાળ એકતાલીસમી
|| દોહા .. બેસારી બહુ મેહશું, અવનીપતિ ઉસંગ; મહિપતિ ચિંતામાં પડ્યો, અવલોકી તસ અંગ. ૧ એ સરીખો અવનીતલે, વર નવિ દીસે કોય; તો કેહને પરણાવશું, ચિત્તમાં ચિંતે સોય. ૨ રાજકુ લી છત્રીસના, બેઠા કુમાર સમાજ; વત્સ ! તુજને જે રૂચે, વર વરો તે આજ. ૩ અંગજા તાતની અનુમતિ, આંખ ઉઘાડી જોય;
રાજસભા અવલોકતાં, ચિત્ત ન બેઠો કોય. ૪ ભાવાર્થ હવે સુરવિક્રમ રાજાએ બહુ સ્નેહથી પોતાનાં ઉત્કંગમાં બેસાડી અને પોતાની ની પુત્રીના અંગને અવલોકી રાજા ચિંતામાં પડ્યો. (૧)
કે આ મારી રાજકુંવરી સરીખો અવનીતલને વિષે કોઈ બીજો વર દેખાતો નથી, તો , માં હવે કોની સાથે તેને પરણાવીશ? એમ રાજા વિચાર કરી રહ્યા છે. (૨)
કોઈ એક વખત રાજસભા ભરાઈ છે. તે રાજસભામાં છત્રીસ રાજકુલના રાજકુમાર Rએકત્ર થયેલા છે.
તે સમયે રાજા પોતાની પુત્રીને કહેવા લાગ્યો કે, હે વત્સ ! આ રાજસભામાં અનેક ના E રાજકુમારો બેઠેલાં છે. તેમાંથી તને જે રાજકુમાર યોગ્ય લાગે તેને તું વરી લે. (૩) બી એ પ્રમાણેની તાતની અનુમતિ મળતાં રાજકુમારી આંખ ઉઘાડે છે અને રાજસભામાં અવલોકન કરે છે પરંતુ તેના ચિત્તમાં કોઈ રાજકુમાર બેસતો નથી (ગમતો નથી). (૪)
(રાગ : ગોડી તુઝ મુજ રીઝની રીત - અટપટ એહ ખરીરી)
નયણે ન રાચે જેહ, મનને તેહ ન ભાવે; પૂરવ ભવની પ્રીતિ, પહેલી નયણ જણાવે. ૧ જન્માંતરનો જેહ, સંબંધ જેહને જેહશું; આવી મળે તે સંચ, મન પણ માને તેહશું. ૨ અનંગ સ્વરૂપી અનેક, નરપતિ નિરખ્યા તેણે; ચિત્તમાં ન વસીયો કોચ, મન નવિ વિંધ્યું છે. ૩