Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
વળી બાલ્યવયથી તેહને ધર્મ પ્રત્યે રંગ લાગ્યો છે. જિનધર્મને જાણનારી અને ધર્મથી | સુશોભિત તેનું અંગ છે. (૭) કી વળી તે જિનમતીને પ્રાણવલ્લભ ધનશ્રી નામની સખી છે તે બંને બાલ્યવયથી * બુદ્ધિનિધાન છે. (૮) કે તે બંને સુખ કે દુઃખમાં એકબીજાની પ્રીતિને છોડતી નથી. રૂપવાન, કલાવાન અને
ગુણવાન પણ છે. તેમજ ધર્મ અને કર્મમાં બંને માંહોમાંહી સમાન લાગણી ધરાવનારી છે. (૯) Fી જિનમતિ જિનમંદિરે નિત્ય દીપક કરે છે. તે જોઈને “ધનશ્રી' એક વખત ભાવ ધરીને ૪ દિની સખીને પૂછે છે. (૧૦)
કે હે સખી ! જિનમંદિરે દીવો કરવાથી શું ફલ પ્રાપ્ત થાય ! ત્યારે જિનમતિ કહેવા 6 લાગી કે, હે સખી ! દેહરે દીવો કરવાથી દુષ્કૃત દૂર પલાય છે એમ જાણીને હું જિનમંદિરે
સ્નેહથી પૂજા કરું છું. (૧૧) $ વળી જિનમતિ કહેવા લાગી કે, હે બહેન ! તું સ્નેહપૂર્વક સાંભળ. દેહરે જે દીવો કરે છે દિન છે તે પોતાના ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરે છે. (૧૨)
દીવો દારિદ્રને ચૂરે છે. અરતિનો નાશ કરે છે. પાપરૂપી પતંગને પ્રજાળે છે અને Eી અવિચલ વાસને આપે છે. (૧૩)
તેમજ હે સખી! જિનેશ્વર સન્મુખ જે વિધિ સહિત સ્નેહ ધરીને દીપક પૂજા કરે છે તે સુરનરનાં સુખ ભોગવે છે અને અંતે શિવ સૌભાગ્યને પામે છે. (૧૪)
એ પ્રમાણેનાં જિનમતિનાં વચન સાંભળી દીપક પૂજાનું મહત્ત્વ જાણી હવે ધનશ્રી પણ જિનેશ્વર પરમાત્માના ભવનને વિષે હંમેશ દીપક પૂજા કરવા લાગી. (૧૫)
એ પ્રમાણે જિનમતિની સાથે ધનશ્રી પણ જિનેશ્વરદેવની રાગીણી થઈ અને શુદ્ધ | સમકિતને પામી અને દીપક પૂજાનાં નિયમપૂર્વક દિવસો વિતાવે છે અને પોતાની બુદ્ધિ કે ધર્મ પ્રત્યે લગાડી. (૧૬)
હવે જિનમતિ અને ધનશ્રી બંને સખીઓ ત્રણકાલ ત્રિવિધ જિન મંદિરે એક ચિત્તે , કરી દીપક પૂજા કરવા લાગી. (૧૭) ની એ પ્રમાણે દિપકપૂજાનાં રહસ્યને જણાવનારી ચુંબાલીસમી ઢાળ બનાવીને ઉદયરત્ન છે | વિજયજી મહારાજ કહે છે. પૂજાનું રહસ્ય જાણીને પ્રેમે પ્રભુનાં ચરણ-કમલની પૂજા કરો. (૧૮)