Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SS S SS S 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ S
વળી વિચારે છે કે મેં તો એને સ્નેહથી પત્નિ તરીકેના ભાવથી અપહરણ કરી છે પણ | એ મારા પ્રત્યે જનનીનો ભાવ જણાવે છે અને માતા વિચારે છે કે મેં એને જોયો ત્યારથી મને તેના પ્રત્યે “પુત્ર'નો સ્નેહ જાગૃત થાય છે. (૧૯)
એ પ્રમાણે સંશય પામ્યો છતો કુમાર વાનરીને પૂછવા લાગ્યો કે, હે ભદ્રે ! જે તે વાત કરી કરે છે તે શું સાચી છે ? (૨૦)
તે વાત સાંભળીને વાનરી કહેવા લાગી કે, હે કુમાર ! મારી વાત સાચી માનજે ! છતાં ન પણ તને જો મનમાં સંદેહ થતો હોય તો આ વનના કુંજમાં ગુણનાભંડારી એવા મુનિવર દરી છે. (૨૧)
તું તેમને જઈને પૂછ. એ પ્રમાણે કહીને વાનર - વાનરીનું યુગલ સહસા અલોપ થઈ | ગયું. (૨૨) હતી અને વિદ્યાધર મદનકુમાર તે સંદેહને ટાળવા તે વનની કુંજમાં જઈને તે મુનિવરને કે Eી પૂછવા લાગ્યો કે, વાનરીએ અમારા મનમાં જે સંશય ઉત્પન્ન કરાવ્યો છે તેનું કારણ શું છે ? A | તે યથાર્થરૂપે જણાવો. (૨૩)
મદનકુમારના વચન સાંભળી મુનિવર પણ કહેવા લાગ્યા કે, તે વાત સાચી છે. જરા પણ ની ખોટી નથી. પણ હાલ હું ધ્યાન ધરી રહ્યો છું. તેથી એક વાત તને કહું છું તે સાંભળ ! (૨૪)
| હેમપુરનગરને વિષે કેવલી ભગવંત બિરાજમાન છે. જેમની ક્રોડાકોડ દેવતાઓ અને | વળી નર-નારીઓ સેવા કરી રહ્યા છે. તે કેવલી ભગવંત તારો સંશય છેદશે. માટે તું ત્યાં
| જઈને તારો સંશય પૂછ ! (૨૫) | ત્યારબાદ કેવલી ભગવંતને વંદન કરી માતાને લઈને પોતાને મંદિરે આવ્યો અને માતા-પિતા તેનું મુખ જોઈને હર્ષિત થયાં. (૨૬)
હવે પોતે જાતે નીચે ઉતરી વિમાન એક બાજુ મૂક્યું. એ પ્રમાણે મનરંગે E/ ઉદયરત્નવિજયજી મહારાજે ચોત્રીસમી ઢાળ પૂર્ણ કરી. (૨૭)