________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
વૈર અને મોહ જો એકવાર પણ ઉદયમાં આવે છે તો તે ભોગવ્યા વિના છુટકો થતો નથી. તે તમે નિશ્ચે ધારી રાખજો. (૮)
વિવેચન : જો જીવ કોઈની સાથે વૈર ઉત્પન્ન કરે છે તો તે વૈરને બદલો લેવાનું જીવ ચૂકતો નથી. આ ભવે નહિ તો બીજા ભવે અને બીજા ભવે નહિ તો ત્રીજા ભવે કોઈ ને કોઈ ભવમાં જીવ બદલો લઈને જ રહે છે.
જેમ સ્કંધકકુમારે આગલા પૂર્વભવમાં ચીભડાના જીવ સાથે દુશ્મનાવટ ઊભી કરી. તો બીજા ભવે તે ચીભડાના જીવે રાજા બનીને સ્કંધકકુમારના ભવમાં જીવતી ચામડી ઉતરાવી, ઉદયભાણ અને વીરભાણે પૂર્વનાં ભવમાં રૂપસેન આદિ તરીકેના ભવમાં ‘ધર્મસુંદરી’ નામની અપર માતા પર ખોટું કલંક ચઢાવ્યું તો ઉદયભાણ તરીકેના અને વીરભાણ તરીકેના ભવમાં પાછું તે કર્મ વૈ૨રૂપે ઉદયમાં આવ્યું અને ‘અપરમાતા’ એવી ‘શ્રીરાણી’એ બાલ્યકિશોર વયમાં તેમનાં ૫૨ કલંક ચઢાવ્યું. ગુણસેન અને અગ્નિશર્માના વૈરે નવ ભવ સુધી એકબીજાનો બદલો વૈ૨રૂપે વાળ્યો આમ એકબીજા સાથે બંધાયેલું વૈર પણ છૂટી શકતું નથી અને એકબીજા સાથે થયેલો ગાઢ મોહ પણ સ્નેહભાવરૂપે કોઈ ને કોઈ ભવમાં એક બીજા સાથે મેલાપ કરાવી આપે છે. જેમ ચાલુ ઢાળોમાં જ આપણે જોઈ રહ્યા છીએ કે પૂર્વભવના શુકયુગલ આ ભવમાં રાજારાણી બન્યાં અને શુક યુગલના ભવમાં એક બીજી શોક્યે બાંધેલ કર્મનો બદલો જયસુંદરી અને રતિસુંદરી રાણીના ભવમાં લેવાયો. આમ વૈર અને મોહ બંનેય ખતરનાક છે. દુ:ખદાયી છે.
તન-મન અને વચનના ત્રિવિધ યોગે હસતાં બાંધેલાં કર્મ રડતાં પણ છુટતાં નથી અને આવા કડવા કર્મના વિપાકથી જીવ પરલોકે અનંતી પીડાને પામે છે. પણ કર્મના બંધનથી કોઈ છુટી શકતું નથી. (૯)
આ પ્રમાણેની કેવલી ભગવંતની વાણી સાંભળીને હવે હેમપ્રભરાજા કરજોડીને અણગાર પ્રત્યે મસ્તક નમાવીને સભા સમક્ષ અવસર પામીને પોતાનો સંશય પૂછે છે. (૧૦)
હે ભગવંત ! મારી જયસુંદરી નામની રાણી ગોખે બેઠેલી હતી તેને કોણે અપહરી ? અને તે કયા સ્થાને લઈને ગયો ? (૧૧)
તે પ્રમાણે રાજાનું કહેવું સાંભળીને કેવલી ભગવંત કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તે હે તારી રાણીને તારા તથા તેના પુત્રે જ અપહરી છે. તે પ્રમાણેનું કેવલીનું કહેવું સાંભળી રાજા કહેવા લાગ્યો કે, હે ભગવંત ! તેહને વળી પુત્ર ક્યાંથી હોય ? (૧૨)
હે ભગવંત ! તેહને બીજો પુત્ર નથી અને પહેલો જે પુત્ર હતો તે પણ દૈવયોગે મૃત્યુ પામ્યો છે. તો આ વાત કેવી રીતે બની શકે ? (૧૩)
૨૦૩