Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SSS SSS SSS SIX[ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસSG
કો સાગવાન લેવા ચલ્યો, શ્રીદેવીને સાથ; આવ્યો તૂરના નાદશું, સમશાને ભૂનાથ.રા. ૧૫ પુરવાસી આવ્યા તિહાં, નરનારી વૃંદ; ધાહ મેલે ઉંચે સ્વરે, કરતા મહા આજંદ.રા. ૧૬ તૂર અને રૂદન તણો, ઉડ્યો નાદ અખંડ; ભૂમંડલ ગયણાંગણે, પસર્યો સઘલે પ્રચંડ.રા. ૧૦ ચંદન કાષ્ટ તણી ચિતા, વિરચાવીને વેગ; નરપતિ આરોહે જિસે, નારી સાથે નેગ.રા. ૧૮ અંગ તણો આળસ તજી, સુણજો શ્રોતાજન;
ઢાળ એ ઓગણત્રીસમી, કહે કવિ ઉદયરત્ન.રા. ૧૯ ભાવાર્થ : ત્યારબાદ શીતલ ઉપાય કરવા દ્વારા “શ્રીકાંતરાજા સચેતન થયો થકો ‘શ્રીદેવી’ પટ્ટરાણીને જુવે છે અને તેની આંખો અશ્રુથી ભરાઈ ગઈ છે. (૧)
ત્યારે રાજા કહેવા લાગ્યો કે આ ‘રાયજાદી’ને કોઈ મનાવો. મેં તો એને કંઈ કહ્યું નથી. કંઈ દુહવી નથી. તો મારી સાથે કેમ બોલતી નથી. (૨)
હાથથી હાથ ઝાલીને ગદ્ગદ્ કંઠે રાજા કહે છે કે, હે ભદ્રે ! તું હસીને મારી સાથે બોલ. છે. જેથી મારું દુઃખ ભાંજે. (૩)
હે પ્રિયા ! તને આ રીતે કરવું યોગ્ય લાગતું નથી. તે મુજ જીવનપ્રાણ છે. તું જે કામ કી કહે તે હું હવે કરીશ. ક્યારે પણ તાહરી આજ્ઞાનો ભંગ કરીશ નહીં. (૪) Sી વળી શું મેં પહેલાં તને ત્યજી હતી તેથી તું તેનું સાટું વાળે છે ? હવે આટલું કરવા છતાં ની મારી સાથે અબોલા રાખવાથી એક ક્ષણ પણ સો વરસ જેવી જાય છે. (૫)
હે સુભગ ! હવે તારા વિના આ સંસાર સુનો છે. તે દયિતે ! હવે દિલ ખોલીને એકવાર મારી સામે જુઓ ! (૬)
હે કાંતે ! તારા મનને કોમલ કરી મનની જે વાત હોય તે તું મને કહે. હે પ્રિયે ! તું શા . આ માટે મારી સાથે રીસાણી છે કે તેવું કશું નથી ? તો શું જમરાજાએ તારા પર ઘાત નાંખી છે કરે છે? જે હોય તે તું મને કહે. (૭)
જેમ ઘણું જતન કરવા છતાં પણ જલચરજીવ પાણી વિના જીવી શકતો નથી. તેમ છે Eી પ્રિયે ! એ ન્યાય મને લાગુ પડ્યો છે. તારા વિરહે હું જીવી શકું તેમ નથી. (૮)