Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
757;7E7%E7%E7%;a:0:::::::::::::::://
S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
SGST ઢાળ બત્રીસમી
| | દોહા .. મહિપતિએ મંત્રીને કહ્યો, રાત્રિનો વિરતંત; તે કહે જીવિત કારણે, એ સહી કીજે તંત. ૧ પર હણી પોતે જીવતા, એ નહિ ઉત્તમ રીત; તે માટે વિવિધ સહી, હું ન કરું એ નીત. ૨ રાણી સઘળી તેડીને, સચિવ કહે સુણો વાત; મૂલ થકી માંડી કહાો, રાક્ષસનો અવદાત. ૩ મંત્રી વચને માનીની, અધોમુખી સવિશેષ; નિજ જીવિત લોભે કરી, ઉત્તર નાપે એક. ૪ સુખ વેળા સહુકો સગુ, કઠણ સમે નહિ કોય; સ્વજન સાચા તે સહી, જે મરવા હાજર હોય. ૫ હસિત વદન હરખે કરી, રતિસુંદરી કહે રંગ; અવનીપતિ ઉગારવા, આપુ હું નિજ અંગ. ૬ તે જીવિત શ્યા કામનું, જે નાવે પિચકાજ;
મરતાં મોટો લાભ છે, જે જીવે મહારાજ. ૭ ભાવાર્થ સાતમા દિવસની મધ્યરાત્રિએ રાક્ષસ આવીને ગયો. રાજા વિચારે ચઢયો રે K અને ત્યાર પછી રાજાએ તે રાત્રીનો સઘળો વિરતંત મંત્રીને કહી સંભળાવ્યો. તે વારે મંત્રીશ્વર પણ કહેવા લાગ્યા કે, હે રાજન્ ! જીવિત માટે એ કાર્ય પણ કરી જોઈએ. (૧)
ત્યારે રાજા કહેવા લાગ્યો કે, હે મંત્રીશ્વર ! બીજાને હણીને પોતે જીવવું એ ઉત્તમ રીત દ નથી. તે માટે મન - વચન - કાયાના ત્રિવિધયોગે હું એ કાર્ય કરી શકીશ નહીં. (૨)
માં આ પ્રમાણેની રાજાની વાત સાંભળીને મંત્રીશ્વર પહોંચ્યા સીધા રાણીઓનાં આવાસે રે Sી અને મંત્રીશ્વરે પાંચસો રાણીઓને એક્કી કરીને રાક્ષસ જે વાત કરીને ગયેલો તે સર્વે વાત, કરી તેઓને મૂલથી કહી સંભળાવી. (૩)
મંત્રીના મુખથી રાક્ષસની વાતો સાંભળીને પાંચસો રાણીઓ નીચું મુખ રાખીને બેસી રે દિ ગઈ. પોતાના જીવિતના લોભથી એક પણ ઉત્તર આપતી નથી. (૪).
WW
N
CBI SAWWWWWWWW :