________________
છે . .
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | S S 1 2 કોઈ એક દિવસ અચાનક રાજાના શરીરે તીવ્ર વર રોગ ઉત્પન્ન થયો, તેથી રાજાનું શરીર ખૂબ જ તપવા લાગ્યું. નખથી મસ્તક સુધી તેને અનંતી વેદના થવા લાગી, જાણે કે આકરી અગ્નિની વાળા શરીરમાં ઉઠવા લાગી. (૧૦).
તે વેદના એટલી બધી વધી કે રાજા પોતાના શરીરની શુદ્ધિ રાખી શકતો નથી. ખાવુંપીવું બધું જ વિસરી ગયો છે. ત્યારે સ્ત્રીઓ ચંદન વડે રાજાના શરીરે વિલેપન કરે છે પરંતુ પાણી વિના જેમ માછલી ધરણીતલ પર તરફડે છે તેમ ચંદનના વિલેપનથી રાજા વધુ ઊંચો ઉછલે છે. વધુ પીડાય છે. (૨૧)
અનેક ઉપચારો કર્યા છતાં તે સર્વે નિષ્ફળ ગયા. વૈદ્યો હાથ ખંખેરીને ચાલતાં થયા. હવે સ્વજન સહુ ત્યાં રહ્યા છે. પુરજન અને રાજલોક શોકાતુર થયા થકા વિચારે છે. ચિંતવન કરે છે. અરે ! અરે ! હે ભગવંત ! હવે શું થશે ? અમે શું ઉપાય કરીએ? (૧૨) - આમ કરતા સાત દિવસ વ્યતીત થયા જાણે કે એક યુગ પૂર્ણ થયો અને રાજ્યમાં દરેકે દેવપૂજા – તપ - દાન અને દયાધર્મ કરવાનું ચાલુ કર્યું. લોકો મનથી ખૂરી રહ્યા છે. પત્નિઓ દુ:ખ ધરી રહી છે. એમ કરતા સાતમા દિવસની મધ્ય રાત્રી થઈ રહી છે. (૧૩)
તે સમયે એક રાક્ષસ પ્રગટ થયો અને રાજાને કહેવા લાગ્યો કે, હે રાજન્ ! સાંભળ. | તારી એક રાણીને તારા શરીરપર ઉતારીને અગ્નિકુંડમાં નાંખે તો આજથી તારા શરીરનો રસ રોગ નાશે અને તે પ્રમાણે નહિ કરે તો તારું જીવિત નથી (તે જીવી શકીશ નહિ) એમ સમજજે. (૧૪)
એમ કહીને તે રાક્ષસ જેટલામાં અદ્રશ્ય થયો તેટલામાં પછી અવનીપતિ મનમાં વિચારવા લાગ્યો કે શું હું આ ઈદ્રજાળ દેખું છું કે સાચું દેખું છું કે સાચે રાક્ષસ પ્રત્યક્ષ થયો હશે? અને મને આ પ્રમાણે કહ્યું તે પણ શું સાચું હશે ? કંઈ સમજાતું નથી. (૧૫)
એ પ્રમાણે અનેક પ્રકારના વિચાર વસુધાપતિ કરી રહ્યો છે. તેટલામાં અંબરમણિ (સૂર્ય) ઉગ્યો અને પ્રભાત થયું. એ પ્રમાણે મારુ રાગમાં એકત્રીસમી ઢાળ ઉદયરત્નવિજયજી મહારાજે મનરંગે શ્રોતાજનોને ગમી તેવી રીતે કહી છે. આલ્હાદ ઉત્પન્ન થાય તે રીતે કહે છે. (૧૬)