Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
ESS SS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
છે વળી મેં જેવા કર્મ બાંધ્યા હશે તેવા કર્મના વિપાક મારે ભોગવવાં જ પડશે. હું તારા Sી પ્રાણ આપવા માટે કંઈ કર્મથી છૂટી શકીશ નહિ. તો મારા માટે તું પ્રાણ ત્યજવા શા માટે
તૈયાર થઈ છે ? તે પ્રમાણેના રાજાના વચન સાંભળીને રતિસુંદરી મસ્તક નમાવી કહેવા કે ની લાગી કે, હે સ્વામીનું ! તમારા માટે મારા હું જો પ્રાણ ત્યજીશ તો પણ મારું જીવિત Sી સફલતાને પ્રાપ્ત કરશે. માટે તમારા માટે હું મારું શરીર ઉતારું છું એમ કહી પોતાના પિયુને આ પ્રણામ કરી રાજાના રોકવા છતાં પણ રતિસુંદરી અગ્નિકુંડમાં પડવા તૈયાર થઈ ત્યારે લાખો માં $ લોકો તે દ્રશ્ય જોવા ભેગાં થયા છે અને બાકીની સઘળી રાણીઓ ઝાંખી થઈ ગઈ અને તે કે ની સર્વરાણીના ગર્વ ગળી ગયા. (૩)
હવે રતિસુંદરીના મનનો રંગ તો જુવો કે અબળા સુકોમલ એવી તે પિયુની માટે | R; પોતાના શરીરની પરવા કરતી નથી એટલું જ નહિ, પોતાના પ્રાણની પણ પોતે પરવા કર્યા
વિના પોતાના સ્વામી માટે ગજગામિની એવી તે હર્ષ સાથે ગોખેથી અગ્નિકુંડમાં પડતું મેલે | છે. હવે જ્યારે તે ગોખથી પડતું મેલવા ફાલ ભરે છે ત્યારે રતિસુંદરીનું અદ્ભુત ધર્ય, દિન સાહસ દેખી રાક્ષસ પ્રત્યક્ષ થયો થકો તતકાલ ત્યાં આવ્યો અને અગ્નિકુંડમાં પડતી એવી તે બાલાને રાક્ષસે આકાશથી પડતાં જ ઝીલી લીધી. (૪)
રતિસુંદરીને પકડતાં કોઈએ જોયું નહિ. કોઈને તે દૃશ્ય દેખાયું નથી. પણ રાક્ષસે તે Sી ઝીલીને નગરીના દૂરના પરિસરમાં લાવીને મૂકી તે વારે રાક્ષસ મનના આનંદ સાથે કહેવા
લાગ્યો કે, હે બાલા ! હું તારા પર સંતુષ્ઠ થયેલો છું, તેથી તું જે વરદાન માંગે તે હું તને
આપું. બોલ તારે શું જોઈએ ? તે સાંભળી રતિસુંદરી કહેવા લાગી કે, તે સ્વામી સાંભળો. ની તમે મારા સત્વથી મને વરદાન આપવા ઈચ્છો છો પણ મારા મનની ગુઝ કહું છું તે E સાંભળો કે મારા માતા-પિતાએ મલીને મને એક વર આપ્યો છે, તો હું બીજા “વર’ને શું ? દકી કરું(૫) 6 રતિસુંદરીના એવાં વચન સાંભળીને રાક્ષસ કહેવા લાગ્યો કે, હે ભદ્રે ! તને ભલે કશું ? | જોઈતું નથી પણ દેવનું દર્શન ક્યારે પણ નિષ્ફળ જતું નથી તેથી તું કહે તે કાર્ય સંતુષ્ટ | થયેલો હું કરી આપું. તે પ્રમાણે સાંભળીને સુંદરી કહેવા લાગી કે, જો તું આપવા નિક્ષે | તૈયાર છે તો નિશ્ચય કરીને મને મારો “કંત' સાજો કરીને આપ. મારા મુખેથી હું એટલું | માંગુ છું તો તે મારી આશા તું પૂરી કર ? તે સાંભળીને રાક્ષસે કહ્યું કે, હે સુંદરી ! મારા આ વચનથી તારા મનની કામના જે છે તે સિદ્ધ થશે ? એમ કહી તે સુંદરીને અભિનવ દિવ્ય ભૂષણ આપ્યા તેથી સુંદરીનો દેહ શોભવા લાગ્યો. (૬)
હવે આ બાજુ રાજા આદિ સર્વે નગરના લોકો મલીને શોક ધરે છે અને કહે છે અહો ની રાણીની રાજા પ્રત્યેની માયા તો જુવો કે પોતાના પતિ માટે પોતાની કાયાને બાળી.