________________
Sત ની શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . . .
હવે રાણીના મહાસત્વના પ્રભાવે રાક્ષસે અગ્નિ શાંત કરી ત્યાં સુવર્ણમય કમલ બનાવ્યું કરી અને તે સહસદલ કમલ ઉપર અબલાને બેસાડી તેનો ઉપકાર કરી દેવ પોતાના સ્થાને ગયો. (૭)
આ તરફ કનકકમલ પર જેમ “લક્ષ્મીદેવી' શોભે તેમ તે રતિસુંદરી રાણી શોભવા આ લાગી અને નગરલોકો આ પ્રમાણેનું આશ્ચર્ય દેખી ચમત્કાર પામ્યા થકાં અક્ષત અને ફૂલથી
રાણીને વધાવે છે અને રાણીને મસ્તક વડે ચરણકમલને વિષે નમી લોકો સહુ ધન્યવાદ | આપે છે અને કહે છે ધન્ય છે તમને કે તમે સંકટ દેખી તમારા જીવ સાટે રાજાને જીવાડ્યો | અને હવે દેવની સહાયથી રાજાનો દાહજવર દૂર નાઠો. હવે નગરમાં અતિ ઘણાં ઉત્સવ થવા લાગ્યા અને માંગલિક વાજીંત્રો વાગવા લાગ્યા. (૮)
ત્યારબાદ રાજા વારંવાર કહેવા લાગ્યો કે, આ રાણીનો ખરેખર સાચો પ્રેમ છે કે, જે તે ના સુખમાં અને દુઃખમાં મારી છાયા થઈને રહી છે. વળી રાજા રતિસુંદરી પર સંતુષ્ટ થયો થકો છે જ કહેવા લાગ્યો કે, હું તારા પર તુષ્ટમાન થયો છું, તેથી આજે જે માંગો તે વરદાન આપું ? | Sી ત્યારે રાણી પણ હસીને કહેવા લાગી કે ત્રિવિધ યોગે તમારા વિના બીજા “વર' નો મારો
નિયમ છે. ત્યારે અવનીપતિ કહે તે મને વેચાતો લઈ લીધો છે. આમ રાજા અને રાણી હસી રહ્યા છે અને રાજા કહી રહ્યા છે, તારું જે પણ કાર્ય હોય તે તું મને કહે. ત્યારે રતિસુંદરી રાજાના વચનનો મનમાં વિચાર કરી કરજોડીને રાજાને કહેવા લાગી – (૯)
હમણાં મારું વરદાન તમારી પાસે રાખો. થાપણરૂપે હું તે મૂકું છું. અવસર પ્રાપ્ત થયું હતું . ઉલ્લાસે માંગી લઈશ. ત્યારે રાજાએ પણ કહ્યું કે, જરૂર પડે ત્યારે ભલે માંગજો. મનમાં | જરા પણ સંકોચ રાખીશ નહિ? એ પ્રમાણે સ્નેહપૂર્વક રાજાએ રતિસુંદરીને કહ્યું અને હવે દંપતી એવા તે રાજા-રાણી સુખપૂર્વક સમય વિતાવે છે. એ પ્રમાણે ઉદયરત્નવિજયજી મહારાજ ઉલ્લાસ પામ્યા થકાં આ બત્રીસમી ઢાળમાં કહી રહ્યા છે તે હે શ્રોતાજનો ! તમે ધ્યાનપૂર્વક સાંભળો. (૧૦)