Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
Sિ S SS SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ RSS
ઢાળ ઓગણત્રીસમી
| | દોહા !
ચાહે ચંદ ચકોર જિમ, જલદ શિખી જલ મીન; શ્રીદેવીએ તિમ કર્યો, સ્વામીને આધીન. ૧ રાજા રાણી રંગ ભરે, ભોગવતાં સુખ ભોગ; એક દિન ઔષધિ નાસ લેઈ, સૂતી સેજ સંયોગ. ૨ મહિમા એ મૂળી તણે, અચેત થયું તસ અંગ; નરપતિ નીરખી નારીને, ગતજીવા ગતિભંગ. ૩ ધરણીપતિ ધરણી ઢળ્યો, મૂછગત સમકાલ; રાજભવનમાં ઉછળ્યો, કોલાહલ તેણે કાલ. ૪ આવ્યા તિહાં ઉતાવળા, રાજપુરુષ પુરલોક;
વાહ દિચંતા ઈમ કહે, રાણી ગયાં પરલોક. ૫ ભાવાર્થ : જેમ ચંદ્ર અને ચકોરને પ્રીત છે એટલે કે ચંદ્ર જેમ ચકોરને ચાહે છે. મોર - જેમ મેઘને ઈચ્છે છે એટલે કે મોર અને મેઘને પ્રીત છે. માછલી જેમ પાણીને ઈચ્છે તેમ દિની ‘શ્રીદેવી પોતાના સ્વામીને ઈચ્છે છે તેથી ભગવતીના બતાવેલા ઉપાય દ્વારા “શ્રીદેવીએ પોતાનાં સ્વામીને પોતાને આધીન કર્યો. (૧)
રાજા રાણી એક વખત રંગભર સુખભોગ ભોગવી રહ્યા છે અને સુખભર રહેતા એક દિવસ શ્રીદેવી” ઔષધિનો નાસ લઈને પોતાનાં સ્વામીની પાસે સૂતી. (૨)
અને મૂળીના મહિમાના પ્રભાવે “શ્રીદેવી” રાણી અચેતન થઈ ગઈ ત્યારે નરપતિ ની ‘શ્રીદેવી'ને મૃતપ્રાયઃ અને ગતિભંગ થયેલી દેખે છે. (૩)
આ બનાવ બનેલો જોઈને ધરણીપતિ મૂછવંત થઈને પૃથ્વી પર ઢળી પડ્યો, તે સમયે | રાજભવનમાં કોલાહલ થવા લાગ્યો. (૪)
તે કોલાહલ સાંભળીને રાજપુરુષો અને નગરલોકો ત્યાં ઉતાવળા આવ્યા અને પોક ને મૂકીને કહેવા લાગ્યાં કે રાણીજી પરલોક સીધાવી ગયા. (૫).
(શ્રી અરનાથ ઉપાસના - એ દેશી) શીતલ આય ઉપાયથી, ચેતન પામ્યો રાય; પટરાણીને પેખીને, આંખે આંસુ ભરાય. ૧