________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - દાસી ‘શ્રીદેવી' ને મંદિર આવીને કહેવા લાગી કે, હે રાણીજી ! આજે રાજા રંગપૂર્વક એ ન આનંદપૂર્વક તમને રાજમહેલે તેડાવે છે. તેથી મનની દુહવણ દૂર કરીને રાજમહેલે પધારો. (૨૭)
ત્યારબાદ સંધ્યા સમયે સીલ શણગાર સજી હાથણી પર આરૂઢ થઈ રાજલોક સાથે પટરાણી રાજમહેલે રાજાના આવાસે પધાર્યા. (૨૮)
રાજાએ પણ માનપૂર્વક “શ્રીદેવી' રાણીને સૌભાગ્ય સાથે પટ્ટરાણીપણું આપ્યું અને દૌર્ભાગ્ય બીજી રાણીઓને આપ્યું. આમ શ્રીદેવીએ તાપસીના સહકારથી સૌભાગ્ય અને પટ્ટરાણી પદ બંને પ્રાપ્ત કર્યા. (૨૯)
અને સંપૂર્ણ પંચવિષય સુખ પામી. રાજા પણ તેની ઈચ્છા પ્રમાણે દાન આપે છે. ‘શ્રીદેવી” જે બોલે તે બધું જ કામ કરી આપે છે. રાણીનું વચન ફોક જતું નથી. આમ આ રાણીએ રાજાને વશ કર્યો. (૩૦)
હવે કોઈ એક દિવસ તાપસીએ શ્રીદેવીને પૂછ્યું કે તારું કામ સફલ થયું કે નહિ. ત્યારે દિન શ્રીદેવી મસ્તક નમાવીને કહેવા લાગી કે, હું મનવાંછિત સુખ પામી શકું છું. વળી મારા જ સ્વામીનાથ મારું વચન પણ લોપતાં નથી. (અર્થાત્ મારું વચન માન્ય કરે છે.) (૩૧) .
વળી “શ્રીદેવી' કહેવા લાગી કે, હે માતા ! સાંભળો. એ મારું વચન ઉત્થાપતા નથી. પણ મને એક ઉપાય એવો બતાવો કે મારા સ્વામી હું જીવું ત્યાં સુધી જીવે અને હું મરું તો તે પણ મૃત્યુ પામે ! (૩૨)
અને હે માતા તો જ હું તને સાચી માનું. ત્યારે ભગવતી કહેવા લાગી કે, હે શ્રીદેવી ! 8 સાંભળ. આ તને એક મૂળી આપું છું તેનો નાસ લઈને તું તારા પતિ પાસે સૂજે. (૩૩)
વળી તે મૂળીના પ્રભાવથી તું અચેતનપણે પ્રાપ્ત કરીશ. જીવતી છતાં મૃતપ્રાય: અવસ્થા | તારી થશે. પણ તું તેનાથી ડરીશ નહિ. બીજી મૂળીથી ફરી તને નવયૌવના (સચેતન) . બનાવી દઈશ. (૩૪).
એમ કહી તે મૂળી આપીને ભગવતી પોતાને સ્થાનકે આવી એ પ્રમાણે ઉદયરત્નજી મહારાજે અનોપમ એવી અઠ્ઠાવીસમી ઢાળ કહી. (૩૫)