________________
,
SS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ , , , ,
આમ તાપસીના ના કહેવા છતાં પણ પ્રત્યુપકાર કરવા માટે એટલે કે તાપસીએ કરેલા | ઉપકારનો બદલો વાળવા માટે હે રાજન્ ! તમે તે તાપસી માટે મનોહર એવી એક મઢી’ બનાવી આપી. (૬)
ત્યારબાદ તે તાપસી તે “મઢીમાં સુખે દિવસો પસાર કરવા લાગી અને કોઈ એક દસ વખત તે તાપસી આર્તધ્યાન ધરતી મૃત્યુ પામી અને તે તાપસીમાંથી વનમાં સૂડી તરીકે ની જન્મ પામી અને તે તાપસીનો જીવ જે સૂડી બની તે હું પોતે જ છું. (૭) 3ી અને અહિં આવવાથી દંપતી’ એવા તમને બંનેને જોતાં (શ્રીકાંતરાજા અને શ્રીદેવીને તે જોતાં) ઈહાપોહ કરતાં મને અનોપમ એવું જાતિસ્મરણ જ્ઞાન થયું અને મેં તે પૂર્વભવનું કરી સ્વરૂપ જાણી લીધું. (૮)
આ પ્રમાણેની સૂડીની વાતો સાંભળીને “શ્રીદેવી'ને ખૂબ જ ખેદ થવા લાગ્યો. એ વારે જ સૂડી કહેવા લાગી કે કુગતિ કે સુગતિ પ્રાપ્ત કરવી તે કર્મને આધીન છે. કર્મ પ્રમાણે જીવ રિકી સુગતિ કે દુર્ગતિ નક્કી કરે છે અને મૃત્યુ બાદ જીવ તે ગતિને વિષે ગોઠવાઈ જાય છે. (૯)
વળી સૂડી કહેવા લાગી કે, હે રાજન્ ! સાંભળો અને વિચાર કરી જુઓ કે “શ્રીદેવી'ની ખાતર તમે તમારી કાયાને અળખામણી કરીને ? તણખલાને તોલે કરીને ? (૧૦)
આ પ્રમાણેનું દૃષ્ટાંત જોતાં હે રાજન્ ! તમે જ કહો કે આમાં સૂડાનો શો દોષ છે ? કંઈ કરી જ નહિ એ પ્રમાણે સૂડીનું વચન સાંભળી રાજા પરમ સંતોષને પામ્યો. (૧૧)
અને કહેવા લાગ્યો કે, હે સૂડી ! તે જે સંબંધ કહ્યો છે તે સાચો કહ્યો છે. હું તારા પર દિ સંતુષ્ટ થયો છું, તો હવે તું જે કહે તે કામ તારું કરૂં અને મુખેથી જે માંગે તે તને આપું. બોલ ની શું આપું? (૧૨)
તે સાંભળીને સૂડી કહેવા લાગી કે, જો તમે મને મોં માંગ્યુ આપવા તૈયાર છો તો તમે હે રાજન્ ! મારા સ્વામી એવા આ શુકને જીવતો છોડો? તેને અભયદાન આપો એજ મારૂં કામ છે બાકી મારે બીજું કંઈ જ કામ નથી. (૧૩)
તે વારે રાણી પણ રાજાને કહેવા લાગી કે, હે રાજન ! એહના કંતને એને સોંપી દો ! દિ એને જીવિતદાન આપો તેમજ હે ગુણવંતા રાજન્ ! નિત્ય આ શુક્યુગલને ભાવતાં ભોજન ની પણ આપો ! (૧૪)
ત્યાર પછી શુકનું બંધન છોડીને રાજા આનંદથી કહેવા લાગ્યો કે, જ્યાં તમારું મન SB માને ત્યાં વનમાં કે ઉદ્યાનમાં આનંદથી તમે રહો ! આનંદથી ફરો ! (૧૫)