________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
હવે તે સૂડી શોક્યના ઈંડાને મારે છે, મસળે છે, હચમચાવે છે અને કમટે તેનાં કુહાલ કરે છે. ખરેખર દેવલોકમાં, મનુષ્યોમાં અને પશુ-પંખીની જાતિમાં ક્યાંય પણ શોક્ય સમુ બીજું કોઈ દુ:ખ નથી. (૪)
ત્યારબાદ ચા૨ો ક૨વા ગયેલી લઘુ પોપટી ચારો લઈ જ્યારે માળે આવી ત્યારે પોતાનું ઈંડુ જોયું નહિ, તેથી બેભાન થઈ ધરણીતલ ૫૨ પડી. (૫)
એ પ્રમાણે લઘુ પોપટીને વિલાપ કરતી જોઈને વડી પોપટી પશ્ચાત્તાપપૂર્વક ચિત્તમાં વિચારવા લાગી કે આવા પાપથી હું ક્યાં છૂટીશ ? મારી શું હાલત થશે ? (૬)
એ પ્રમાણે વિચારીને વડી પોપટી ગુપ્તપણે પ્રચ્છન્ન ગતિથી લઘુ પોપટી ન જાણે તેમ તેનું ઈંડુ પાછું મૂકી આવી. (૭)
ત્યારબાદ લઘુપોપટી પૃથ્વીતલને વિષે આળોટીને ફરી પોતાના માળામાં જુવે છે તો ત્યાં પોતાનું ઈંડું જોઈને તે મહાસુખ પામી. (૮)
પરંતુ વડીસૂડીએ ઇંડુ થોડો સમય માટે હરણ કર્યું તેથી દુ:ખદાયક એવું મહાકર્મ ઉપાર્જન કર્યું અને એક ભવના અંતરે આગળ તેને કર્મ ઉદયમાં આવશે. અર્થાત્ તે કર્મના વિપાકને ભોગવવા પડશે.
ખરેખર જ્ઞાની ભગવંત કહે છે, ક્ષણની મજા સાગરોપમની સજા આ વાત જરા પણ ખોટી નથી. (૯)
-
(રાગ : મારૂ જિનગુણ ગાતાં લાજ લાગે તો લાગજો કે લાગે) અનુક્રમે ઈંડા હોય, સૂડાસૂડી પણે રે કે સૂડાસૂડી પણે રે યુગલ નીપનું સોય, વડી સૂડી તણે રે કે, વડી તે ક્રીડે ઉધાને, રમે નિજ આંગણે રે કે, રમે૦ નૃપદત્ત શાલિને ઠામ, જઈને તે સૂણે રે કે, જઈને ચારણ શ્રમણ મુણિંદ, આવ્યા તિહાં અન્યદા રે કે, આવ્યા ભેટવા ૠષભ જિણંદ, ઉલટ આણી મુદા રે કે, ઉલટ૦ તિણ સમે પૂરજન રાય, લેવા સુખ સંપદા રે કે, લેવા૦ અક્ષત ફૂલે જિણંદ, પૂજે છે તદા રે કે, અક્ષતપૂજા લાભ, પૂછે ગૃપ વંદીને રે કે, ઉપદેશમાં અણગાર, કહે ફલ માંડીને રે કે,
પૂજે
૧૭૭
પૂછે
કહે
૧
ર