Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
RASTATA
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ ત્રીસમી
|| દોહા ।।
તિણ અવસરે તે તાપસી, રૂદન કરતી ત્યાંહ; આવી તે ઉતાવળી, પ્રેમવને નૃપ જ્યાંહ. ૧ આવીને તે ઈમ ભણે, ધીરજ ધરો નરનાથ; વસુધાપતિ વળતું કહે, મુજ જીવિત પ્રિય સાથ. ૨ જો ઈમ છે તો પણ હવે, પડખો તુમે પળ એક; અવશ્ય જિવાડું એહને, તિહાં લગે રાખો ટેક. ૩ તે નિસુણી તન ઉલસ્યું, મુદિત હુઓ રાજશ્ન; જીવિતથી યુવતી અધિક, મોહે બાંધ્યું મન્ન. ૪ ભૂપ ભણે સુણ ભગવતી, એ મોટો ઉપગાર; જિવાડો યુવતી પ્રતિ, વેગે ન લાઓ વાર. ૫
ભાવાર્થ : તે અવસરે પેલી તાપસી રૂદન કરતી ત્યાં ઉતાવળી આવી કે જ્યાં ‘પ્રેમવન’ સ્મશાનમાં નૃપ રહેલો છે. (૧)
ત્યાં આવીને તે રાજાને કહેવા લાગી કે, હે રાજન્ ! આપ ધીરજ ધરો ! ત્યારે વળતું રાજન્ કહેવા લાગ્યો કે, હે ભગવતી ! મારૂ જીવિત મારી પ્રિયાની સાથે છે. (૨)
ત્યારે તાપસી કહેવા લાગી કે, જો તમે એ પ્રમાણે નક્કી કર્યું છે તો પણ હવે તમે એક પલ માટે પાછા ફરો. ધીરજ રાખો. ‘શ્રીદેવી’ને હું અવશ્ય જીવાડીશ. માટે એક પલ તમે તમારી ટેકને પાછી ખેંચો. (૩)
તે સાંભળીને રાજા હર્ષિત થયો અને તેનું તન ઉલ્લસિત થયું અને તે કહેવા લાગ્યો કે, જીવિત કરતાં પણ મને યુવતી વધુ પ્રિય છે. મારું મન તેની સાથે તેના મોહથી બંધાઈ ગયું છે. (૪)
ત્યારે ભગવતીને રાજા કહેવા લાગ્યો કે જો તમે ‘શ્રીદેવી'ને જીવિતદાન આપો તો તમારો મોટો ઉપકાર માનીશ. તો હવે જરા પણ વાર ન લગાડો યુવતીને જલ્દીથી જીવાડો.(૫)
૧૭૧