________________
SS S SS S SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસS S SS S SS SS
ત્યારે ‘ય’ કહેવા લાગ્યો કે દેવનું દર્શન કદાપિ નિષ્ફળ જતું નથી. તેથી તારી ઈચ્છા $ Aિી ન હોવા છતાં પણ હું તને આ એક “રત્ન' આપું છું તેનો સ્વીકાર કર. આ “રત્ન' જે કોઈને ન
ઝેર ચડેલું હશે તેને અપહરે છે. અર્થાત્ ઝેરનો નાશ કરે છે. વળી તેનાથી તું જે ઈચ્છા છે કરીશ એની તને પ્રાપ્તિ થશે તેમાં કોઈ સંદેહ નથી. (૧૨)
ફરી પણ દેવને પ્રણામ કરી વિનયંધર યક્ષને કહેવા લાગ્યો કે, હે યક્ષરાજ ! મારી કરી ઈચ્છા ન હોવા છતાં પણ જો તમે આ રત્ન આપો છે, તો હવે તમે મારું એક કામ કરો ! હતી કે આ નગરના લોકો મને ‘કર્મકર' નામથી બોલાવે છે. તે ‘કર્મકર' પણું માહ હે દેવ તમે જ ૬દૂર કરો અને મારું સાચું કુલ પ્રગટ કરો ! તો હું તમારું દર્શન સફળ થયું એમ માનું. (૧૩)
એ પ્રમાણેના વિનયંધરના વચનો સાંભળી યક્ષે કહ્યું કે, હે કુમાર ! થોડા જ દિવસમાં હું તારો વંશ પ્રગટ કરીશ ! એ પ્રમાણે કહી યક્ષ અર્શિત (અદશ્ય) થયો. એટલે વિનયંધર નિ પ્રેમે જિનેશ્વરના ચરણકમલમાં વંદન કરી આગળ ઉભો રહી પરમાત્માને અરજી કરવા લાગ્યો. (૧૪)
હે પરમાત્મન્ ! હું કેવો અજ્ઞાની છું. તારા ગુણખજાનાનો તાગ હું પામી શક્યો નથી. તમે સંપૂર્ણ સુખ આપવા સમર્થ હોવા છતાં મેં યક્ષની પાસે સુખની માંગણી કરી. ખરેખર આપના ગુણસમુદ્રનો કોઈ પાર પામી શકે તેમ નથી. તો હે દેવાધિદેવ ! અજ્ઞાને અંધ એવા મારી પર મહેર નજર કરી ધૂપપૂજા થકી જે ફલ પ્રાપ્ત થાય તે ફલ તું મને આપજે. (૧૫)
ત્યારબાદ વારંવાર લળી લળીને જિનેશ્વરને પ્રણામ કરી કરજોડી પરમાત્માની ભાવથી સ્તવના કરી. પોતાના જન્મને ધન્ય માનતો જિનેશ્વરને વંદન કરી વિનયંધર પોતાના મંદિરે આવ્યો. (૧૬) ' હવે દેવ જે કુલ પ્રગટ કરવાનો સંકેત કરીને ગયો હતો તે કેવી રીતે ફલદાયી બને છે તે કથા હવે હું કહું છું તે સાંભળો ! તે નગરીનો નાથ “રત્નરથ’ નામે છે. તેને “કનકશ્રી' નામની પત્નિ છે. (૧૭).
તેના ઉદરને વિષે ઘણાં પુત્રની ઉપર ભાનુમતિ નામની એક પુત્રી ઉત્પન્ન થઈ. એ પ્રમાણે વીસમી ઢાળમાં ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે શ્રી જિનપૂજા બહુ ગુણદાયી છે. (૧૮)