Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
પૂરણચંદ્ર પણ હો, રૂડો રાજૠષિ; સદ્ગતિ સંચરિયો હો, સંજમ પુણ્ય થકી. ૨૮ ધૂપસારનો બીજો હો, દ્રષ્ટાંત એ દાખીયો; હરિચંદ્ર સદહજો હો, જુગતિ જિમ ભાખ્યો. ૨૯ છવ્વીસમી ઢાળે હો, ઈણી પેરે ઉદય કહે; શુભ ધૂપપૂજાથી હો, શિવપદવી લહે. ૩૦
ભાવાર્થ : ‘ધૂપસાર’ કુમારના તનથી પ્રસરી રહેલી સુગંધથી આશ્ચર્ય પામીને ‘પૂર્ણચંદ્ર' પૃથ્વીપતિ મનમાં સંશયને ધારણ કરી, ગુણનો નિધાન એવો તે ધૂપસારની સાથે ચતુરંગી સૈન્યને લઈને કેવલી ભગવંતને વંદન કરવા વનમાં આવ્યો અને હર્ષને ધારણ કરી કેવલી ભગવંતને વંદન કરે છે. (૧, ૨)
સંપૂર્ણ વિધિથી જિનના પાય પ્રણમી જ્યાં નિરવદ્ય ભૂમિ છે ત્યાં સર્વ નર-નારી બેઠાં અને ઉપદેશ સુણવા લાગ્યાં. (૩)
કરૂણાસાગર કેવલી ભગવંત પણ ભવ્યજનોને દેશના આપતા ફરમાવી રહ્યાં છે કે, હે ભવ્યજનો સાંભળો ! જિનોક્ત માર્ગને જે જીવ છોડે છે. અર્થાત્ જિનોક્ત ધર્મને જે જીવનમાં આત્મસાત્ નથી કરતાં તે જીવો ભવમાં ભ્રમણ કરી રહ્યાં છે. (૪)
આ જીવ ચોરાશીલાખ જીવાયોનીમાં ભ્રમણ કરે છે અને પહેલે ગુણસ્થાનકે કરોડો ભવની સ્થિતિનો નાશ કરે છે. (૫)
આઠ પ્રકારના મદ આદિ પાંચ પ્રમાદ છે અને તે પ્રમાદ પણ પાંસઠ પ્રકારે છે એમ કેવલી ભગવંત ફ૨માવી રહ્યા છે. (૩)
તે પ્રમાદને વશ થયેલાં પ્રાણીઓ મોહે મિથ્યાત્વમાં મુંઝાયા કરે છે અને તે દ્વારા સંસારની પરંપરા વધારી જીવ ઘણાં દુ:ખને પામે છે. (૭)
વળી પુણ્યના બલે તે મોંઘો માનવભવ પ્રાપ્ત કરે છે અને ત્યાં સદ્ગુરુના સમાગમથી શુદ્ધ સમકિતની પ્રાપ્તિ કરે છે. (૮)
તો તે સમકિતને પુણ્યયોગે પામીને ફરી પાછા વિષયાદિકના યોગે માનવભવને નિષ્ફળ શા માટે કરો છો ? ફોગટ માનવ જન્મને શા માટે હારી જાવ છો ? જો ભવભ્રમણ અટકાવવું છે તો માનવ જન્મ વિષયસુખમાં ન ગુમાવતાં મૂલગુણ રૂપ સમકિતને આરાધી, સાધી તમારા આત્માને તારો ! અર્થાત્ દુર્ગતિ પડતાં એવા આત્માનો ઉદ્ધાર કરો. (૯)
૧૫૦