________________
આ જ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
: | હવે તે પોપટ હંમેશ તિહાં જઈ શાલિ લાવે છે અને રક્ષકને છેતરીને ગગન માર્ગે ફાલ ન મૂકતો પાછો આવે છે. (૧૯)
હવે પોતાની પત્નિના વચને પોપટ જીવિતની પરવા કર્યા વિના ઘાત કલાને અત્યંત ન ખેલી રહ્યો છે અને કહેવાય છે કે પ્રધાન કહેવાતો નર પણ મોહવશ નારીનું પાયું પાણી પીવે છે. (૨૦)
વળી તે શુક પહેરેગીર પાછળ દોડીને બીવડાવે છે તો પણ બીતો નથી અને મને હણ્યાં ની મૃગલાંની જેમ હાક પાડે તો પણ ખાય છે. (૨૧)
- હવે કોઈ એક વખત શ્રી શ્રીકાંત નરેશ ત્યાં આવ્યો અને ચારે તરફ જુવે છે તો ની શાલિક્ષેત્ર પંખીયે ખાધેલું હોય તેવું દેખાઈ રહ્યું છે. (૨૨)
ત્યારે “રાજા' રક્ષક પ્રત્યે કહેવા લાગ્યો કે, હે રક્ષક ! તેં ભલું જતન કર્યું છે ! વિહંગમે કરી શાલિક્ષેત્ર તો વિણસાડ્યું હોય તેવું દેખાય છે ! (૨૩)
ત્યારે રક્ષક કહેવા લાગ્યો કે હે સ્વામી ! સાંભળો ઘણું જ રક્ષણ કરવા છતાં પણ એક સૂડલો અહીં આવે છે અને મુખમાં શાલિમાંજર ગ્રહણ કરી તે ચોરની જેમ નાસે છે. (૨૪)
ગોલા ગોફણ આદિ જોઈને પણ મનમાં જરાં પણ તેને ઉચાટ થતો નથી. પોતે પોતાની | જાતે જ આગમ સ્થાને રહી ‘યમશિર’ વાટ પાડે છે. (૨૫)
વળી એ પંખીનું બળ તો જુવો ! હંમેશા દોટ મૂકીને આવે છે અને શાલિ ગ્રહણ કરી પાછો વળે છે. જરા પણ ચૂકતો નથી. (૨૬) - તે સાંભળીને રાજા કહેવા લાગ્યો કે, હે રક્ષક ! યંત્ર દ્વારા તેને પાશબંધમાં પાડી | ચોરની જેમ પકડીને મારી પાસે લાવજો. (૨૭)
હવે એક દિવસ તે રક્ષકે અવનીપતિના આદેશથી પોપટને સૂડીની દેખતાં વિશેષ પાશકલાથી પકડ્યો. (૨૮)
હવે સૂડી પોતાના પતિને પરવશ થયેલો જોઈને મનમાં અત્યંત મુંઝાવા લાગી અને થી અત્યંત દુઃખને ધારણ કરતી નયણે આંસુ સારી રહી છે. (૨૯).
અને રડતી એવી તે સૂડી રાજસભા સુધી પોતાના પિયુની સાથે પહોંચી. ત્યારબાદ શાલિપાલ કરજોડીને રાજાને વિનંતી કરવા લાગ્યો. કે (૩૦) ીિ હે સ્વામી ! સ્નેહપૂર્વક સાંભળો. આપનો ગુનેગાર એવા આ શુકને (પોપટ) ચોરની | જેમ બાંધીને હે રાજન્ ! આપની પાસે લઈ આવ્યો છું. (૩૧)
એ પ્રમાણે સારંગ - મલ્હાર રાગમાં સત્તાવીસમી ઢાળ પૂર્ણ થઈ, એમ ઉદયરત્નવિજયજી દેવી મહારાજ કહી રહ્યા છે અને હવે રસસ્પદ વાત આગળ સાંભળો. (૩૨)