Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
IS
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - શરીર ખરડો આ બાંધેલા કર્મથી વર્તમાનમાં તે તેના શરીરે અશુચિ ચોપડાવી. આ કર્મ તેણે કી બાંધ્યું તેનું ફલ તે પામ્યો. (૨૨)
એ પ્રમાણે મુનિવરના વચનથી પૂર્વની વાત જાણી હર્ષિત થયેલાં ધૂપસાર” કુમારને Eી ત્યારે જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. (૨૩)
અને ધૂપસારકુમાર અને પૂર્ણચંદ્ર રાજવીની મોહદશા નષ્ટ થઈ, બંનેને ધર્મની બુદ્ધિ થી જાગૃત થઈ અને બંને જણાં સંયમ પંથે જવા ઉલ્લસિત થયાં. (૨૪)
અને તે કેવલી ભગવંત પાસે સંયમ ગ્રહણ કરી શુદ્ધ રીતે વિધિપૂર્વક પંચમહાવ્રત ને ની ત્રણ ગુપ્તિને આરાધે છે અને પોતાના કૃતકર્મનો ક્ષય કરવા પ્રયત્ન કરે છે. (૨૫) - હવે ધૂપસાર મુનિવર” અંતે આયુષ્ય ક્ષય કરી ઉગ્રતપના પ્રભાવે પહેલાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. (૨૬)
અને ત્યારબાદ દેવ અને મનુષ્યના ત્રણ ત્રણ ભવ કરી પોતાના જન્મને સફળ બનાવી | સાતમા ભવે સિદ્ધિગતિને પામ્યો. (૨૭) આ પૂર્ણચંદ્ર મુનિવર પણ સંયમની સાધનાના પુણ્યબળે સદ્ગતિને પામ્યો. (૨૮)
ધૂપપૂજાના અધિકારને વિષે ધૂપપૂજા કરવા દ્વારા ધૂપસાર' કુમાર મોક્ષસુખને પામ્યો કે તે અધિકારરૂપ બીજું દ્રષ્ટાંત પૂર્ણ થયું. હે હરિચંદ્ર રાજન્ ! તમે તે સાંભળી અને હૃદયને વિષે અવધારી પૂજા કરવા માટે ઉદ્યમવંત બનજો. (૨૯)
એ પ્રમાણે છવ્વીસમી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ કહી રહ્યા છે કે શુભ ધૂપપૂજા કરવાથી જીવ શિવ પદવી પામે છે, તો તે શ્રોતાજનો ! સાંભળો. ધૂપપૂજા કરવા દ્વારા રે ધૂપસાર કુમારની જેમ તમે સર્વે પણ શિવસુખના ભોક્તા બનો ! (૩૦)