________________
STD ST [ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
. . . 3. વિનયંધરની પાસે તે સર્પ આવ્યો અને ફૂંક મારી હૂંફાડા કરવા લાગ્યો. તેના પર લાંબી ને ફાળ નાંખે છે. ક્રોધથી ધમધમતો કૃતાંત જેવો રૂષ્ટમાન થયેલો જાણે હમણાં જ વિનયંધરને 1 જીવિતથી ચૂકવશે. આ પ્રમાણે તે યક્ષ ભુજંગ રૂપે વિચારે છે. (૩)
| હવે તેને ધ્યાનથી ચલાયમાન કર્યું અને આ સ્થાનથી ભ્રષ્ટ કરું. કારણ કે મારી પત્નિ રસી તેના પ્રત્યે મોહિત થયેલી છે. તેથી વિનયંધરનો ભોગ સંયોગ ઈચ્છે છે માટે વિનયંધરને જ આ ધ્યાનથી ભ્રષ્ટ કરી તેનું જીવિત કરું એમ બેઝભો તે દુષ્ટયક્ષ તે કુમારનો દ્રોહી થયો થકો - જ વિચાર કરી રહ્યો છે. (૪).
હવે કાળાડિબાંગ વિકરાલ મહાકાય સર્પને દેખીને મંદિરમાં આવેલા સઘળા લોકો કિસી નાસી ગયા. ત્યાં વિનયંધર એકલો જ રહ્યો. તે મેરૂશિખરની જેમ ધીર-વીર-અડગ થઈને
| ઉભો છે. જેમ મેરૂશિખર કોઈનાથી ચલાયમાન થાય નહિ તેમ વિનયંધર પણ ચલાવ્યો Eસ ચાલતો નથી. તેથી ક્રોધથી આકુળ-વ્યાકુલ થયેલો યક્ષ ચિંતવવા લાગ્યો. (૫)
| કે બીજા સર્વ લોકો મને સર્પરૂપે દેખીને ભાગી ગયાં. પણ આ પુરુષ તો પત્થર જેવો છે. Kી તેણે તો પોતાનું સ્થાન પણ છોડ્યું નહિ અને ભય દેખીને ખસ્યો પણ નહિ. ઉપરાંત મૌન જી ધારણ કરીને એક ધ્યાને રહ્યો છે. (૬)
તો તેની સામે હું પણ “મહાબલવાન છું. હું હવે તેને દાઢથી ડસીને તેનાં પ્રાણ હરીશ. કરી એ પ્રમાણે વિચારીને તે દુષ્ટ વિનયંધરના અંગે ડંખ્યો અને શરીરે વેદના કરી. (૭)
જેમ વરસાલે વેલ વૃક્ષને વીંટી લે છે. તેમ સર્પરૂપી યક્ષ વિનયંધરના શરીરે વીંટળાઈ | ગયો અને તેનાં અંગે અંગ મરડે છે. તેનાં હાડકાં કડકડ અવાજ કરી રહ્યા છે. છતાં પણ મને રસી વિનયંધર મનથી વચનથી કે કાયાથી જરા પણ ચલાયમાન થયો નહીં. (૮)
( આ પ્રમાણેનું વિનયંધરનું વૈર્ય જોઈને યક્ષ પ્રત્યક્ષ પ્રગટ થયો અને આનંદમાં આવીને કહેવા લાગ્યો કે, હે કુમાર ! તારા આવા સાહસથી અને ઉત્તમ ધર્યથી હું તુષ્ટમાન થયો છું. | તેથી તારા મુખેથી તને જે જોઈએ તે તું માંગ. (૯)
ત્યારે વિનયંધર પણ ધૂપ ચાલુ હોય ત્યાં સુધી ખસવું નહિ તે પ્રમાણેનો પોતાનો રી. અભિગ્રહ હવે પૂર્ણ થયો છે. એમ જોઈને અભિગ્રહ પારીને પછી વિનયંધર વિનયપૂર્વક ની પ્રથમ યક્ષને પ્રણામ કરે છે અને પછી ચતુરાઈથી યક્ષને વિનયપૂર્વક કહે છે. (૧૦)
હે યક્ષરાજ! હે દેવ ! તમારા દર્શનથી હું સંપૂર્ણ પરિગલ મહાસુખને પામ્યો છું. વળી દિ કે તમારા દર્શનથી અધિક સંતુષ્ટ થયો છું. આ પ્રમાણે વિનયંધરના વયણથી દેવ પણ અધિક | સંતુષ્ટ થયો છે. કારણ દેવોને વિનય વધારે વહાલો હોય છે. વિનયંધર કહે છે બીજું કશું ને જોઈતું નથી. (૧૧)