Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
E
TV | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
આ પ્રમાણે વિચાર કરીને રાજાએ વિનયંધરને પોતાની પુત્રી મોટા ઉત્સવપૂર્વક પરણાવી : ની અને અર્થનો ભંડાર, રહેવા માટે આવાસ, ઋદ્ધિથી ભરાવીને આપે છે. (૨૩)
વળી કરમોચન સમયે હાથી - ઘોડા – રથ – પાયદલ - સૈન્ય આદિ આપીને ધવલ- મંગલ ગીત ગવડાવીને મસ્તકે છત્ર ધરાવીને આનંદપૂર્વક અડધું રાજ્ય વિનયંધરને આપે કી છે. (૨૪)
વળી, દેશ - નગર - ગામ આદિ તથા રાજ્ય સજાઈને સજ્જ કરીને ચૉરીમાં વિનયંધરને દીકરી આપવા સાથે આપે છે. (અર્થાત્ દીકરીને આપવા સાથે રાજઋદ્ધિ પરિવાર પણ આપે છે.) (૨૫)
હવે વિનયંધર પણ સરખે સરખો યોગ થયો છે એમ જાણી ‘ભાનુમતિ' સાથે પંચવિષય છે સુખ ભોગવે છે અને પૂર્વના પુન્યના જોરે અત્યંત દીપતો તે રાજ્યને વફાદાર થઈ રાજ્ય,રાને સંભાળી રહ્યો છે. (૨૬)
એ પ્રમાણે ઉલટભેર ઉદયરત્નજી મહારાજ બાવીસમી ઢાળમાં ફરમાવી રહ્યા છે કે . શ્રોતાજનો ! તમે સહુ જિનપૂજાથી આગળ વિનયંધર શું સુખ પામે છે તે અધિકાર ઉજમાલ (સ્વસ્થ) થઈને સાંભળો. (૨૭)