Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઈમ નિસુણીને અંગજ ભણે, તુમે સાંભળો તાત વચન્ન રે; એતો રાજ્ય અવસ્થા દેખીને, પ્રતિબોધ પામ્યો મુજ મન્ન રે. મન૦ ૨૧ જુઓ તુમ સાથે જાણી વઢ્યો, મેં કીધાં કર્મ અપાર રે; હવે તે પાતકને ટાળવા, હું પણ થાઈશ અણગાર રે.મન૦ ૨૨ હાંજી વિમલને કીધો પાટવી, વજ્રસિંહ રાજાએ વેગે રે; કમલે પણ સારથવાહને, નિજ રાજ્ય આપ્યું મનરંગે રે.મન૦ ૨૩ સહુ સાથે શીખ માંગી હવે, શ્રી વિજયસૂરિ પાસે રે; નરપતિને નંદન બે જણા, ચારિત્ર લેઈ મન ઉલ્લાસે રે. મન૦ ૨૪
બે વિહાર કરે વસુધાતલે, મહા તપ તપીને સોય રે; ગયા માહેંદ્ર સુરલોકે મરી, થયા દેવ નિરૂપમ દોય રે. મન૦ ૨૫ એ ઢાળ કહી ચોવીસમી, ઉદયરત્ન વદે ઈમ વાણી રે; અવસર લેઈને એમ ચેતજો, શ્રોતાજન ઉલટ આણી રે.મન૦ ૨૬
ભાવાર્થ : હવે વજ્રસિંહરાજાને પોતાના પુત્રને જોઈને અગાધ હર્ષ ઉત્પન્ન થયો અને કહેવા લાગ્યા કે હે પુત્ર ! તારા પ્રત્યે મારું મન મોહિત થયું છે. મેં બાલ્યવયમાં ગુસ્સે ભરાઈને તને જે વનમાં મૂકાવી દીધો હતો. તે મારા અપરાધની હું ક્ષમા માંગુ છું. તું તે મારા અપરાધને ક્ષમ્ય કરજે. (૧)
વળી પુત્રને કંઠે આલિંગન દઈને વજ્રસિંહરાજા પોતાના પુત્રને અંગે ચુંબન કરે છે અને બંને એકબીજા મળ્યાં એટલે ત્યાં બંનેને અતિ આનંદ થયો. (૨)
પિતા-પુત્ર બંનેને આંખે આંસુ ઉભરાયાં બંનેને હૈયામાં હર્ષ સમાતો નથી. વળી પિતા બોલવા લાગ્યા કે, જેને છોડી મૂક્યા હોય, તજી દીધાં હોય. તેવા વ્હાલાં મળ્યાં તેથી શીતલ બીજું કશું જ નથી. (૩)
ત્યારબાદ પોતનપુરના રાજવી પિતા એવા વજસિંહ રાજાએ ઘણાં માંગલિક વાજિંત્રોના નાદ સાથે મસ્તકે છત્ર ધારણ કરાવી મોટા મહોત્સવપૂર્વક ‘કમલકુમારને’ નગર પ્રવેશ કરાવ્યો. (૪)
વળી પોતનપુર નગરમાં પુત્રના પધરામણાં થયાં તેથી પૃથ્વીપતિએ મોટા મહોત્સવ કરાવ્યાં. સજ્જન કુટુંબીઓ આવીને પુત્રને મળ્યા અને તેને વધાવીને આશીર્વાદ આપે છે. (૫)
ત્યારપછી માતા મનના આનંદ સાથે દોડીને પુત્રને મળવા આવી. નયણે આંસુની ધારા ચાલવા લાગી અને પુત્રને કંઠે લગાવી આલિંગન આપે છે. (૬)
૧૩૮