Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
પ્રસરી અવની આકાશ, દશો દિશિ વાસના. સા૦ પામી મનશું ઉલ્લાસ, આવે સહુ આસના. સા૦૨૩ અચરિજ દેખી અવનીશ, ચિંતે મદ મોડીને. સા૦ ધૂપસારને નામી શીશ, કહે કર જોડીને સા૦૨૪ ગુણવંત તુમે ગંભીર, અમે ઓછા ઘણું. સા ખમજો અપરાધ સુધીર, કરું છું ખામણું. સા૦૨૫ ધૂપસાર કહે કોઈ વાંક, નથી નૃપ તુમે તણો. સા૦ શુભાશુભ કર્મ વિપાક, ટાળ્યા ન ટળે સુણો. સા૦૨૬ પૂરવકૃત કર્મ પ્રસંગ, કોઈ છૂટે નહિ. સા પચવીસમી ઢાળ સુરંગ, ઉદયરતને કહી. સા૦૨૭
ભાવાર્થ : જેમ મલયાચલના નવખંડને વિષે શ્રીખંડ મહેંકી રહ્યો છે. તેમ કુમારના તનથી નીકળતી અખંડ ઉત્તમ સુવાસ સહુ લોકો લહી રહ્યા છે. (૧)
જેમ પારિજાતકના ફૂલ થકી દેવતાઓનાં મન હરાય છે. તેમ કુંવરના તત્તુથી નીકળતી અમૂલ સુરભિ સુગંધને પામીને લોકો તેની પાછળ જાય છે (ફરે છે). (૨)
લોકો કહી રહ્યાં છે કે, પૃથ્વીને વિષે સુગંધનો ભંડારી, ગુણથી યુક્ત, સૌભાગ્યશાળી એવો ધૂપસા૨કુમા૨નો જન્મ ભલે થયો. તેવી જ વ્યક્તિ પૃથ્વીતલને શોભાવી રહી છે. (૩)
જેમ જલમાં (પાણી) પડેલ તેલનું એક બિંદુ બધાં જ પાણીને તેલમય બનાવી દે છે અર્થાત્ તેલ પાણીમાં પડતાં વિસ્તાર પામે છે. તેમ કુમારની ‘યશરેલ' સમગ્ર પૂરમાં (નગર) વિસ્તાર પામી. (૪)
ત્યારબાદ ‘ધૂપસાર’ કુમારને સુંદર નારી સાથે પરણાવે છે અને તે બંને પાંચ પ્રકારના વિષયસુખને ‘દોગુંદક’ દેવની જેમ ભોગવી રહ્યા છે. (૫)
તે નારી કુમારને સાનુકૂલ છે. લોકો ઉત્તમ પટકૂલ (વસ્ત્ર) પહેરીને કુમારના શરીરને સ્પર્શે છે. તેથી વસ્ત્રો ધૂપમય બની જાય છે અને લોકો જઈને રાજાને ભેટે છે. (૬)
ત્યારે ‘રાજા’ મનને વિષે ચમત્કાર પામ્યા થકાં આ આશ્ચર્યનું કારણ લોકોને પૂછે છે કે દેવોને પણ દુર્લભ એવો ધૂપ તમે ક્યાંથી લાવ્યા ? (૭)
વળી રાજા કહેવા લાગ્યો કે, હે લોકો ! તમે તમારાં વસ્ત્રોને જેની પાસેથી ધૂપ્યાં છે. (સુગંધી) કર્યા છે તે સાચું શું છે તે કહો. ત્યારે નગરજનો પણ રાજાની આગળ રહીને સાચી હકીકત જણાવે છે. (૮)
૧૪૪