________________
SS SS SSC | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ છવ્વીસમી
|| દોહા છે. અભૂત ગુણ અવલોકીને, મહિપતિ મેલ્યો મન્ન; અવનીભૂષણ અવતર્યો, ધૂપસાર ધન ધન્ન. ૧ નિર્દય નિરજ નિગુણનર, અનેક કરે ભૂભાર; ક્ષમાવત ગુણ આગળો, ધન્ય તેહનો અવતાર. ૨ મુજ નગરી આરામમાં, એ સહી ચંપક છોડ; બીજા નર બાઉલ જિસ્થા, નહિ કોઈ એહની જોડ. ૩ ગંધસાર ગુણ જાણીને, કર્યો પંચાંગ પસાય; રાજાને પરજા મળી, પ્રણમે તેના પાય. ૪ અહો અહો ઉત્તમ વાસના, એહનો કારણ આજ;
કેવલીને જઈ પૂછિયે, મન ચિંતે મહારાજ. ૫ ભાવાર્થ : ધૂપસારકુમારના અદ્ભૂત ગુણ અવલોકીને રાજાનું મન તેનાં પ્રત્યે લાગી રહ્યું અને વિચારવા લાગ્યા કે ધૂપસાર અવનીભૂષણ છે. તેનો જન્મ ધન્યતાને પાત્ર છે. (૧) {
નિર્દયી, નિર્લજ, અને નિર્ગુણી એવા અનેક મનુષ્યો પૃથ્વી પર માત્ર ભારરૂપ છે. એક દિન ધૂપસારકુમાર જે ક્ષમાવંત અને ગુણવંત છે. બસ તેહનો અવતાર ધન્ય છે. (૨)
મુજ નગરીરૂપી બગીચામાં “ધૂપસાર’ એ ચંપકના છોડ જેવો છે. જ્યારે બીજા મનુષ્યો બાવળ જેવાં છે. ખરેખર એહની કોઈ જોડ જડી શકે તેમ નથી. (૩)
ગંધ સાર એટલે કે જે સુગંધ મહેકતી હતી, તે સ્વાભાવિક શરીરથી જ ઉત્પન્ન થતી Tી હતી. કોઈ બીજા દ્રવ્યનો ગુણ ન હતો એ તો સ્વાભાવિક ગુણ છે. એમ જાણી રાજા અને તે દશા પ્રજા બંને મળીને પંચાંગ કરીને ધૂપસાર' કુમારને ચરણે પ્રણામ કરે છે. (૪)
અને રાજા ચિંતવે છે કે અહો ! અહો ! કેવી ઉત્તમ સુગંધ છે. આજે તેનું કારણ ની કેવલીને જઈને પૂછું. (૫)
(પાપ સ્થાનક કહ્યું હો ચૌદમું આકરું - એ દેશી) ધૂપસારશું ભૂધવા હો, ઈમ સંશય આણી; પરિકર લેઈ સાથે હો, ગેલે ગુણખાણી. ૧