Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
વળી હે કુમાર ! સાંભળ, દેવ - ધર્મ - ગુરુ અને માતા-પિતા આ ત્રણેય તત્ત્વો જેમ એક છે. એટલે કે દેવ - ગુરુ અને ધર્મની જે પ્રકારે ભક્તિ કહી છે. તે જ રીતે માતાપિતાની પણ ભક્તિ કરવાની છે. તેમના પ્રત્યે પણ જેમ - તેમ બોલવું તે ઉચિત નથી. માટે પિતા સામે ટેક કરીને ન બેસાય. તેમના પ્રત્યે પણ બહુમાન ધારણ કરવું જોઈએ. (૪)
વળી યક્ષ ‘જનક’ (પિતા) પ્રત્યે પણ કહેવા લાગ્યો કે, હે રાજન્ ! તું મનમાંથી સંતાપને દૂર કર ! તું કોની સાથે ક્રોધ કરે છે ? આ તો તારો પુત્ર છે અને તું એનો બાપ છે. (૫)
જન્મતાંની સાથે જ તેનું મુખ જોઈને તેં એને વનમાં મૂકાવ્યો હતો ! એ જ આ તારો પુત્ર છે ! તેને તું ઓળખ ! એમ કહીને યક્ષ પોતાને સ્થાને ગયો. (૬)
યક્ષના વચન સાંભળી પિતાના શરીરે રોમાંચ થયો. ઉત્સાહ વધ્યો. જાણે શ૨ી૨માં અમૃતનો સંચાર થયો અને દુઃખ દાવાનલ નાસી ગયો. શાંત થયો. (૭)
ત્યારબાદ ‘કમલકુમાર પ્રથમ મનથી વૈરને દૂર કરી પિતાના ચરણે જઈ પ્રણામ કરે છે અને ખંતથી મન - વચન - કાયાના ત્રિવિધ યોગે પિતાને ખમાવે છે. (૮) (મદ આઠ મહામુનિ વારીયે - એ દેશી)
મન મોહિયું મારું નંદને, આજ ઉલટ્યો હરખ અગાધ રે;
મેં બાલપણે વનમાં ધર્યો, તું ખમજે તે અપરાધ રે. મન૦ ૧
તવ કંઠાલિંગન દેઈને, જનકે ચુંબ્યુ અંગ રે; વળી માંહોમાંહી બેહુ મળ્યા, અતિ વાધ્યો તિહાં ઉછરંગ રે. મન૦ ૨
બેને આંખે આંસુ ઉલટ્યાં, હૈયામાંહિ હરખ ન માય રે; જેહ વિછડિયા વાહલાં મળ્યાં, તેહથી શીતલ નથી કાંઈ રે. મન૦ ૩
તવ પેસારા ઓચ્છવ કર્યો, પોતનપુર નાથે જગીશ રે; બહુ મંગલતૂર વજાવીને, વળી છત્ર ધરાવ્યો સીસ રે. મન૦ ૪ પુરમાંહિ પુત્ર આવ્યા તણો, ઉત્સવ કરાવે અવનીશ રે; સજ્જન સહુ આવીને મળ્યાં, વધાવી દીયે આશીષ રે. મન૦ ૫ માત હવે મન મોદે કરી, મળવાં આવી તિહાં ધાઈ રે; હાંજી નયણે આંસુ નીતરે, રહી પુત્રને કંઠે લગાઈ રે. મન૦૬ પયોધરે જલધરની પરે, નેહે ચાલી દૂધ ધાર રે; માતા મનમાં હરખી ઘણું, વળી જાગ્યો પ્રેમ અપાર રે. મન
૧૩૬
"