Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SS S 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ક એ પ્રમાણેના શૂરવીરતાના વચનો સાંભળી બંને સૈન્યના સુભટોને ઘણું શૂરાતન ચઢયું | જેથી ત્યાં ભીષણ સંગ્રામ થવા લાગ્યો. એ પ્રમાણે યુદ્ધ કરતાં કરતાં વજસિંહ રાજાનું સૈન્ય | ભાગી ગયું. (૨૦) તે પોતાનું સૈન્ય ભાંગેલું જાણી વજસિંહરાજા પોતે રણચંડ બની ‘કમલકુમાર’ સામે આવ્યો અને એકબીજાને જોતાં જ વૈર ઉત્પન્ન થયું ત્યારે વજસિંહે ખેંચીને બાણ છોડ્યું તે ‘કમલકુમારના’ કવચને વિષે જઈને અડ્યું. (૨૧).
ત્યારે “કમલકુમાર' અત્યંત ક્રોધે ભરાયો થકો પિતા પ્રત્યે બાણ ફેંકે છે. ત્યારે તે બાણે જી રાજાનું છત્ર છેદી નાંખ્યું અને મસ્તક પરનો મુગટ પાડી નાંખ્યો. તે વારે દાંત કરડીને કે રોષાતુર થયેલા રાજાએ બાણ પંખે ધરીને પાછું વાળ્યું. (૨૨)
ત્યારબાદ કુમારના પુણ્યપ્રતાપે તે યક્ષ પ્રગટ થયો અને તે વજસિંહરાજાને (કુમારના જ પિતાને) રોકે છે. તે સમયે રાજાના શરીરને વિષે દાહજવર અત્યંતપણે ઉત્પન્ન થયો. આ સર્વ વાતાવરણ જોઈને સહુને આશ્ચર્ય થયું. (૨૩)
એ પ્રમાણે યુદ્ધના સંબંધવાળી સિંધુઆ રાગમાં ત્રેવીસમી ઢાળ પૂર્ણ થઈ. ઉદયરત્નજી મહારાજ કહે છે કે, તમે કોઈના પ્રત્યે વૈર-વિરોધ રાખશો નહિ અને વૈર-વિરોધ રાખીને તે ની એક બીજા પર ખળભળી ઉઠશો નહી, કિંતુ સર્વ સાથે મૈત્રીભાવ ધારણ કરશો. (૨૪)