Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
E S TAT| શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3) - શરણાઈ વાગતે છતે વજસિંહરાજા કમલકુમાર સામે યુદ્ધે ચડ્યો ત્યારે ‘કમલકુમાર' ના કરી સૈન્યમાં સુભટોને સંગ્રામ કરવાની હોંશ જાગી. (૧૨)
- હવે બંને સૈન્યના સુભટો અત્યંત ક્રોધે ચડ્યા ત્યારે યુદ્ધમાં રણસંગ્રામના વાજિંત્રો છે 5 આકાશને વિષે ગડગડવા લાગ્યાં. પૃથ્વીતલ પણ ધડહડવા લાગ્યો. ત્યારે કાયર લોકો ને લડથડીયાં ખાતાં દૂર નાસવા લાગ્યા. (૧૩)
સામ-સામી રામ-રાવણની જેમ ફોજેફોજ અથડાવા લાગી. ક્રોધથી મદોન્મત્ત અને દિની રાતાચોળ થયેલા જાણે જમની દાઢા બહાર કાઢી. એક બીજાને કરડવા તૈયાર થયા હોય દે તેવા બંને સૈન્યના સુભટો તલવાર હાથમાં લઈ દડબડ કરતાં એકબીજાના મસ્તકને છેદવા દે
દોટ મૂકવા લાગ્યાં. (૧૪) - જોરાવર એવા તે યોદ્ધાઓ ઘમસાણ કરતાં યમરૂપ ધારણ કરી બાણોનો વરસાદ વરસાવે છે. તેથી બાણોથી આકાશમંડલ પણ છવાઈ ગયું, તોપગોળાઓ છુટવા લાગ્યાં, અને રણસંગ્રામના વાજિંત્રો એવા રણકી રહ્યા છે કે જાણે મનોહર મેઘગર્જના કરતો . આકાશે આવીને ઉભો રહ્યો. (૧૫)
વળી લોહીની ધારા છુટતાં જાણે લાલચોળ નદી કલ્લોલ કરતી વહેવા લાગી અને તે આ નદીમાં સુભટોના મસ્તકો તુંબડાંની જેમ તરવા લાગ્યા ત્યારે રણની ભૂમિમાં એક બીજા
સૈન્યમાં હાક વાગવા લાગી કે, હે સુભટો ! ભાગો નહિ, ભાગો નહિ. સુભટોનો ભય મનમાં ધારણ ન કરો અને યુદ્ધ કરવાં શૂરવીર બનો ! (૧૬)
વળી તે બંને સૈન્યો સામસામી, ગુરજ, ગુપતિ, ગદા, ભાલા, સલ્લ, મુદા, સાંગ, ત્રિશુલ, પ્રાસ અને ગેડી આદિ શસ્ત્રોને યોદ્ધાઓ ક્રોધ કરી હાથે ધારણ કરી વળી મોગર અને મુશલને ફેંકી શત્રુના મૂળને ઉખેડી રહ્યા છે. (૧૭)
ત્યારે ભાલે ભાલા અથડાવા લાગ્યા. તલવાર તલવાર એકબીજા હાથે ધારણ કરી, એકબીજાને મસ્તકથી છેદવા લાગ્યા. ત્યારે માથાનો ભાર લાગે છે, તેમ માની માથાને દૂર કરી એકલા ધડથી સુભટો પોતપોતાની મર્યાદા પ્રમાણે લડવા લાગ્યાં. તે વારે લોહી અને માંસનો લાલચોળ કર્દમ (કાદવ) જાણે એક્કો થઈ રહ્યો છે ત્યાં ગગન વિષે રહેલી જોગણીઓ સુભટોનો જય જયારવ કરી રહી છે. (૧૮)
તે વખતે ભાટચારણો પોતપોતાના સ્વામીની ચારેબાજુ ફરતાં બિરૂદાવલી બોલતાં સુભટોને શૂરાતન ચઢાવતાં કહેવા લાગ્યા કે, આ સમયે કોઈની પણ લાજ મર્યાદા રાખશો નહિ. તમારા સ્વામીને વફાદાર બની યુદ્ધમાં શૂરાતન દાખવો, સ્વામી તમને ઘણું ગ્રાસ આપશે એ પ્રમાણે શૂરાતન જગાડે છે. (૧૯).