Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
પિતા
: શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ પચીસમી
| દોહા દેવ ચવી દેવલોકથી, ખેમપૂરે શુભ કામ; પિતા જીવ રાજા થયો, પૂર્ણચંદ્ર ઈણે નામ. ૧ પુત્ર જીવ પણ તિણ પુરે, શેઠ ખેમકર ગેહ; વિનયમતિની કૂખમાં, જઈ ઉપનો તેહ. ૨ પૂરણ માસે પુન્યથી, જનમ્યો સુંદર જાત; સુરનરને જોવા કિસ્યો, હરખ્યા! તાત ને માત. ૩ જનમ થકી જેહને તને, સુરપ્રિય ગંધ સુવાસ; અન્ય વસન તનુ મહમહે, જે ફરસે તનુ તાસ. ૪ નવિ જાણી નવિ સાંભળી, માનવ લોક મોઝાર; તેહવી ઉત્તમ વાસના, પ્રસરી ભુવન અપાર. ૫ જે તેડે જે તન અડે, પામે પરિમલ તેલ; સહુ મલીને તવ કહે, ધૂપસાર સહી એહ. ૬ ધૂપસાર તેહનું ધર્યું, ગુણનિષ્પક્ષ સુનામ;
અનુક્રમે ચીવને આવીયો, રૂપકલા ગુણધામ. ૭ ભાવાર્થ : વજસિંહરાજા અને “કમલકુમાર’ અણગાર બની ચારિત્ર નિરતિચાર પાળી. આયપૂર્ણ થયે દેવ થયાં. ત્યારબાદ તે બંને દેવો દેવલોકથી અવી ક્ષેમપુર નગરમાં જનમ્યાં. પિતાનો જીવ પૂર્ણચંદ્ર નામે રાજા થયો. (૧)
અને પુત્રનો જીવ તે જ નગરમાં ક્ષેમંકર શેઠના ઘરે, વિનયમતિની કુક્ષીને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો. (૨)
ગર્ભકાળ પૂર્ણ થતાં સુંદર એવા પુત્રને જન્મ આપ્યો ! તે પુત્ર દેવ - નર - નારીને જોવા જેવો થયો અને પુત્રનું મુખ જોઈ માતા-પિતા પણ હર્ષિત થયા. (૩)
વળી તે પુત્ર કેવો છે? તે કહે છે. જન્મથી તેના શરીરે સુરને પ્રિય એવી સુગંધી સુવાસ છે. તે સુવાસિત શરીર એવું છે કે જે કોઈ વ્યક્તિ તે પુત્રના શરીરને અડે તો તે દરેકના વસ્ત્ર અને શરીર પણ “સુગંધી' બની જાય છે અને તે પણ સુગંધથી મહેકી ઉઠે છે. (૪)