________________
Sિ SISI શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
SITE 3 $ એ પ્રમાણે રડતો રાજા કહી રહ્યો છે. કુંવરીને કોઈ જીવાડો ! નગરીમાં મંત્રવાદી કોણ છે? મંત્રવાદીને બોલાવો. (૧)
ભાનુમતિ સૂકાં લાકડાંની જેમ અચેતન, નિશ્રેષ્ટ થઈને પડી છે. જાણે કે મડદું જોઈલો. આ પ્રમાણે કુંવરીને જોઈને રાજાને ધ્રાસકો પડ્યો અને વાહતની જેમ ધરણી પર ઢળી પડ્યો. (૨)
- રાજાને એ પ્રમાણે દુઃખી થયેલો જોઈને અંતેઉર પરિવાર ઊંચે સ્વરે આક્રંદ કરવા દસ લાગ્યા અને નરનારી સહુ મુખેથી નિઃસાસા નાંખતા રડવા લાગ્યાં. (૩)
કે ધાડ પડી હોય તેનાં પર પલેવણું શું કરવું? વળી ક્ષત ઉપર ખાર શું નાંખવો (ચાંદા નિ પર પાછું ખારુ મીઠું નાંખવું) દાઝયા પર જેમ ડામ દેવો, મરતાંને વળી માર મારવો એના
જેમ દૈવે આજે અમારી પરિસ્થિતિ સર્જી છે. (૪) - હવે રાજા અસ્વસ્થ થઈને પડ્યો છે એ પ્રમાણે જોઈને સેવકોએ ચંદનાદિકનો શીતલ ઉપચાર કર્યો અને તેનાં યોગથી રાજા ચેતના પામ્યો. ઉઠીને ફરી કુંવરીને જુવે છે. ફરી રાજા ચિંતા સમુદ્રમાં પડે છે. (૫)
અનેક મંત્ર - યંત્ર - મણિ - ઔષધિ કરાવે છે. અનેક ગારૂડીક મંત્રવાદીને બોલાવે છે. દિ. અનેક ભૂઆ ભામા આદિને બોલાવે છે. દરેક આવે છે, જુવે છે, પ્રયત્ન કરે છે. પણ કે કુંવરીને કશી જ અસર થતી નથી. તે તો નિષ્ટ પડી છે. (૬)
જેમ દૂધમાં પાણી ભળી જાય, તેમ કુમરીમાં સાતે સાત ધાતુમાં, નાડીમાં, નસમાં, રગરગમાં, પ્રત્યેક રોમરાજીમાં વિષ ભળી ગયું છે એટલે કે “ભાનુમતિ' ના સંપૂર્ણ શરીરમાં ભુજંગ” નું ઝેર દૂધ-પાણીની જેમ એકમેક થઈ ગયું છે. (૭)
વિષને હરણ કરનારા વિદ્યાના ધણી (ગારૂડીકો) ઝેરનું પ્રબલ જોર વ્યાપેલું જોઈને હવે પોતાની વિદ્યા કામ નહિ આપે એમ સમજી હાથ ખંખેરીને ચાલતાં થાય છે અને ત્યાં રહેલાં સર્વલોકો શોર-બકોર કરી રહ્યાં છે. (૮)
ત્યારબાદ પુત્રીને મરણને શરણ થયેલી છે એમ માનીને રાજાના આદેશથી સહુ તેને સ્મશાને લઈ જાય છે. ત્યાં પ્રેત નામના “વનખંડમાં આવે છે. લોકોના કોલાહલથી અને રૂદનના અવાજથી બ્રહ્માંડ પણ ગાજી રહ્યું છે. (૯). - હવે તે વનખંડમાં ચંદનની ચિતા પડકાવીને તેનાં પર કુંવરીને સુવાડી છે. બાજુમાં , અગ્નિ પ્રગટાવી છે અને રાજા સહિત સર્વે પ્રજાજન મુખથી હાહાર કરતાં રડી રહ્યા છે. (૧૦)
હવે તે સમયે શું આશ્ચર્યજનક અધિકાર થયો તે હે શ્રોતાજનો ! તમે સાંભળજો ! રસી પરગામથી કામ કરીને વિનયંધર તે સમયે (૧૧) SS ૧૨૧
) SSC
S