________________
SS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ X Y Z
ઢાળ એકવીસમી
| દોહા ! વસુધાપતિને વલહી, પુત્રી પ્રાણ સમાન; જીવન જટિકાની પરે, જતન કરે રાજાન. ૧ પંડિત પાસે અભ્યસે, આગમ અરથ વિજ્ઞાણ; પઢતાં સા પોઢી થઈ, રૂપકલા ગુણખાણ. ૨ બાલભાવ તજી બાલિકા, ચીવન પામી જામ; કામ નૃપતિ કૂચ મંડલે, તંબૂ તાણ્યા તા. ૩ ભાનુમતિ ભૂષણધરા, સહુને જીવ સમાન; અષ્ટ ગુણે સા સુંદરી, ઓપે બુદ્ધિ નિધાન. ૪ એકદિન રાજ્ય આવાસમાં, છુટી વેણી સુચંગ; શય્યામાં સૂતી ડસી, ભાનુમતિને ભુજંગ. ૫ રાજભવનમાં ઉછળ્યો, કોલાહલ સમકાલ;
હા હા ધાઈ આવો સહુ, કાલે ડંખી બાલ. ૬ ભાવાર્થ : “રત્નરથ રાજાને પુત્રી ઘણી હાલી છે. પોતાના પ્રાણ સમાન છે. જાણે જીવનની જડીબુટ્ટી (જટિકા) ન હોય તેમ માનતાં રાજા પુત્રીનું પ્રાણથી પણ અધિક જતન કરે છે. (૧).
ત્યારબાદ બીજના ચંદ્રની જેમ વધતી તે પુત્રી યોગ્ય વયની થતાં પંડિત પાસે ભણવા મૂકે છે. ભાનુમતિ પણ આગમને અર્થના વિસ્તાર સાથે ભણે છે. ભણતાં ગણતા તે પુત્રી પ્રૌઢવયની થઈ જાણે રૂપકલા અને ગુણના સમુદાયે તેનામાં આવીને વાસ ન કર્યો હોય ! તેવી તે પુત્રી શોભી રહી છે. (૨)
અનુક્રમે બાલ્યભાવને તજીને તે કુંવરી યૌવનવયને પામી અને કામરાજે તેના શરીરને ની વિષે આગેકૂચ કર્યું. જાણે કે “કામ'ના તંબુ ત્યાં તણાયા. (૩)
પૃથ્વીતલને વિષે ભૂષણ સમાન તે ભાનુમતિ સહુને પોતાના જીવ સમાન હાલી લાગે છે અને અષ્ટગુણથી યુક્ત તે સુંદરી બુદ્ધિનિધાન અત્યંત શોભવા લાગી. (૪)