Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
Sી નારી કપટની ખાણ છે. વિગેરે બધી જ વાત યાદ આવી તેથી તેનાથી વિરક્ત થઈ પાછા ફર્યા અને પાંચસો કુમારોને નાટક કરવા મૂક્યા હતાં. તેમને બોલાવ્યા અને તેમને પણ
પ્રતિબોધ્યા અને ફરી પાંચસો સાથે સંયમ લીધો અને કરેલ ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી આલોચના દર કરી મોક્ષે ગયા. આ પ્રમાણે મોહવશ અષાઢાભૂતિને એક વખત મોહનીય કર્મે કેવાં પછાડ્યા
તે તમે જોયું. બસ એ જ રીતે “મોહનીયકર્મ સર્વ જીવોને જમાડે છે તે માટે માતા-પિતા, તે પુત્ર-કામિની, રાજલીલા સુખનો સાજ વિગેરેની મમતા છોડો અને તમારા આત્મકાજને સારો. દિને
આ પ્રમાણે સાંભળી પ્રતિબોધ પામો અને અણુવ્રતાદિ બાર વ્રતને ધારણ કરી. કર્મની શુદ્ધિ કરો. એ પ્રમાણે “અમરતેજ' નામના કેવલી ભગવંતે દેશના આપી. (૫, ૬, ૭, ૮)
એ પ્રમાણેની કેવલી ભગવંતની દેશના સાંભળી. સમય જોઈને “મદનાવલી' હર્ષથી દિને અણગારને પૂછવા લાગી કે હે સ્વામી ! તે કીર (પોપટ) કોણ હતો? કે જેણે મને દીન દે દેખી મારા પર દયા કરી. પ્રભુ મોહની વિટંબણા પણ કેવી છે ? કંઈ સમજાતું નથી. (૯)
ત્યારે કેવલી ભગવંતે કહ્યું કે, હે “મદનાવલી' ! સાંભળ તે શુક (પોપટ) બીજો કોઈ જ નહીં. પરંતુ આ ભવથી પાછલાં ત્રીજા ભવનો તારો પતિ છે અને દેવલોકથી તને આ રીતે
દુ:ખી દેખી તારા પર દયા આવવાથી તારાં પર ઉપકાર કરવાની બુદ્ધિથી આવીને તારા પર દિ તેણે ઉપકાર કર્યો છે. (૧૦)
- જિનના મુખથી પૂર્વભવનો સંબંધ જાણ્યો અને વ્યાધિના વિનાશ અર્થે તને પ્રતિબોધી Sી છે. (૧૧)
તે પ્રમાણે જાણી હર્ષિત મનવાળી “મદનાવલીએ ફરી કેવલી ભગવંતને પૂછ્યું કે હે , - સ્વામી ! તે દેવ આ દેવની પર્ષદામાં હમણાં છે ? (૧૨)
કેવલી ભગવંતે પણ કહ્યું કે ‘હા’ છે જેણે શુકરૂપે સુરગતિથી આવીને ઉપકાર કર્યો છે. તે દેવ આ પર્ષદામાં બેઠો છે અને તે ભદ્રે ! તે ગયા ભવનો તારો ભરતાર છે. (૧૩) , , . કેવલી ભગવંતના વચને પૂર્વના પતિને ઓળખી, ઉપકારી તે દેવને “મદનાવલી' કહેવા
લાગી કે, હે દેવ ! પૂર્વના પ્રેમથી અનાથ એવી મને તમે પ્રતિબોધી છે. તમારાં ગુણ ઓશીંગણ રૂપ છે. હું તમારો પ્રત્યુપકાર ક્યારે કરીશ? (તમારો હાથો ક્યાં થઈશ ?) (૧૪, ૧૫)
ત્યારે દેવ કહેવા લાગ્યો કે હું વિદ્યાધરના કુલમાં આજથી સાતમે દિવસે વૈતાઢ્યગિરિમાં ન ઉત્પન્ન થઈશ. ત્યારે તમે મને ત્યાં પ્રતિબોધ કરજો અને મારા પર પ્રત્યુપકાર કરજો ત્યાં જ | મને શુદ્ધ સમકિત આપીને તે અવસરે ઉપકાર કરીને લાહો લેજો. (૧૬, ૧૭)
- તે સાંભળીને વળતું મદનાવલી કહેવા લાગી કે તે સમયે જો મને જ્ઞાન હશે તો જરૂર કી તમને સમકિતનું દાન આપી ઉપકારને કરીશ. (૧૮)