________________
TET 1 | શ્રી અશ્મકારી પૂજાનો રાસ
“કેવલી અમરતેજ અણગારનો ધર્મોપદેશ” ભાવાર્થ કરૂણારસથી ભરપુર અને મીઠી અમૃત સમવાણીથી કેવલી ભગવંત અમરતેજ ના અણગાર ફરમાવી રહ્યા છે કે, હે ભવ્યજનો ! તમે સાંભળો. દશ દૃષ્ટાંતે દુર્લભ એવો | માનવજન્મ પ્રાપ્ત થયો છે, તેની તમે કિંમત સમજો. (૧)
મોહની વિટંબણા દૂર ત્યજો. મોહથી મન બંધાય છે. વળી મોહમાં વિલુબ્ધા માનવી ક્યારે પણ મુક્તિ પામી શકતા નથી. (૨)
જગતમાં દષ્ટિપાત કરતાં જાણવા મળે છે કે મોટા ભાગના જીવો મોહનીય કર્મનો વધુ પ્રમાણમાં બંધ કરતાં હોય છે. જુઓ “મરૂદેવા' માતા મોહવશે બે આંખે અંધ થયા. (૩)
- વિવેચનઃ જે દિવસે ઋષભદેવ પ્રભુ દીક્ષિત થયા તે દિવસથી મરૂદેવા માતા પુત્રસ્નેહના 6 કારણે મોહવશ પુત્રને યાદ કરી કરીને રડ્યા કરતાં હતાં. એટલું જ નહિ, પોતાના પૌત્ર
ની ભરતને રોજ ઓલંભા દેતાં હતાં કે તું તો રાજ્યપાટ ભોગવે છે. મારો ઋષભ જંગલમાં ફરે કરે છે. તું ષટ્રસ ભોજન કરે છે. મારા ઋષભને લુખો સુકો પણ આહાર જંગલમાં મળતો હશે , કરી કે નહિ ? તેની પણ તું કાળજી કરતો નથી. વળી ઋષભ પણ મને કંઈ સંદેશો પાઠવતો , - નથી. હું તો રડી રડીને અડધી થઈ જાઉં છું. મારો ઋષભ ક્યાં હશે ? શું કરતો હશે? બસ | આ મોહદશાએ દિનરાત રડતા મરૂદેવા માતાની બંને આંખોનું તેજ નષ્ટ થઈ ગયું. કહો કે | જીવને મોહ શું નથી કરાવતો ?
મોહવશ ચરમશરીરી કહેવાતા અષાઢાભૂતિ મુનિવર પણ ચૂક્યા અને મહાવ્રત ખંડી મી. ઘર સંસાર માંડી બેઠા. (૪)
વિવેચનઃ વચ્છપાટણમાં શેઠ કમળ સુવિભૂતિ અને તેમની પત્ની જશોદા અને તેમનો દે. પુત્ર અષાઢાભૂતિ છે. અગ્યાર વર્ષની બાલ્યવયે અષાઢાભૂતિએ “ધર્મરૂચિ' અણગાર પાસે જ દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળતાં જ્ઞાન ધ્યાનમાં મસ્ત મંત્ર તંત્ર મણિ ઔષધિના સારા જાણકાર થયાં. કોઈ એક વખત વિહાર કરતાં તે મહામુનિ રાજગૃહિ નગરીમાં પધાર્યા. ! ગુરુની આજ્ઞા લઈ અષાઢાભૂતિ નાટકીયાને ત્યાં હોરવા ગયા. તે નાટકીયાએ એક લાડવો
વહોરાવ્યો. ‘અષાઢાભૂતિ' હોરી પાછા ફર્યા અને વિચાર કરવા લાગ્યા. આ લાડવો ગુરુનો દ થશે. શિષ્ય મોટું જોતો બેસશે ? ના એવું કશું ન થાય. માટે એમ કરું. વેષ પરિવર્તન કરી દે કરી ફરી પાછો બીજો લાડુ વહોરવા જાઉં. એમ વિચારી વેષ પરિવર્તન કરી બીજો લાડુ હોર્યો. એ
આમ પાંચ વખત વેષ પરિવર્તન દ્વારા પાંચ લાડવા હોર્યા. આ બધું જ નાટક પેલો ૬ ના કીયો જોઈ ગયો. તેણે અષાઢાભૂતિને વિનંતી કરી, તમે દરરોજ લાડના હોરવા મારે | ત્યાં આવજો. હું રોજ પાંચ લાડવા વ્હોરાવીશ અને મુનિને પણ લાડવાનો મોહ થયો.