Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
. . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) TET 1 2 અને વિચારવા લાગ્યો કે અહો શું એનું લાવણ્ય છે ? શું સુંદર અવયવો છે ? શું | અનોપમ ઘાટ છે ? જાણે દેવલોકની દેવી ન હોય ? જાણે સાક્ષાત્ અપ્સરા જોઈ લો ! શું ને $ એનું સૌંદર્ય અને શું એનું રૂપ છે ! અહો ! એમની મુખમુદ્રાને ધન્ય છે. તેઓ ઉગ્ર તપસ્વી કરી છે. તેથી આભૂષણ વિના પણ એમનું તેજ ઝળહળી ઉઠ્યું છે. (૮, ૯)
- તે પ્રમાણેનું રૂપ જોઈ મૃગાંકકુમાર મદનાવલીને સરાગ વચનથી કહેવા લાગ્યો કે, હે દિગી મહાસતિ ! તપ કરવા દ્વારા તમે શું ઈચ્છા રાખો છો? તે મહાસતિને જોઈ વિવલ થયો છે 6 થકો કહેવા લાગ્યો કે શું તમે ભોગની કે સૌભાગ્યની વાંછા કરો છો ? (૧૦) કિસી કે કોઈ કામીની ઈચ્છા કરો છો? જો તમે કોઈકામી પુરુષની ઈચ્છા કરતાં હો તો તમે 3. મારી સંગે આવો અને ભોગવિલાસ કરો. તમે મારા મંદિરે પધારો, હું તમને અર્ધાંગનાના પદે સ્થાપન કરૂં. (૧૧)
હું વિદ્યાધરનો મૃગાંક નામે પુત્ર છું. રત્નાવલીને પરણવા જતાં અહિં ઉદ્યાનમાં મેં Sતે તમને જોયાં. તમે મારી સાથે ચાલો. મારા વિમાનમાં બેસો. મને તમારા પ્રત્યે અવિહડ
સ્નેહ ઉત્પન્ન થયો છે અને સુંદર રમણી રત્નાવલીને હું આજથી ત્રિવિધ યોગે તજું છું. (૧૨, ૧૩)
ખરેખર જે વ્યક્તિનું મન જેને વિષે લાગેલું હોય છે તેને તે જ પસંદ પડે છે. પણ જેના દિલ વિષે મન લાગતું નથી તેને તેના પ્રત્યે ઘણી મહેનતે પણ પ્રીતિ થતી નથી. તમે દિવ્યસ્વરૂપી દેખાવ છો. તેથી હવે મારું મન બીજે ક્યાંય લાગતું નથી. (૧૪)
એ પ્રમાણેના મૃગાંકકુમારના સરાગ વચન સાંભળવા છતાં તે મહાસતિ સાહસ અને કી ગુણના ભંડારી છે.મેરૂચૂલાની જેમ તે કોઈનાથી પણ ચલાયમાન થાય તેમ નથી. અર્થાત્
“મદનાવલી' મહાસતિ ચલાયમાન થયા નહિ. (૧૫) શિ. હવે મૃગાંકકુમાર જેમ જેમ મદન (કામ)ના સંયોગે ગુણપ્રેમ પ્રકાશિત કરે છે, તેમ તેમ
મહાસતિ “મદનાવલી” શુભધ્યાન ધારાએ ચડી રહ્યા છે. જાણે ધ્યાન સમુદ્રમાં ડૂબકી મારી રહ્યા છે. (૧૬)
જે કામી છે! તે આર્યાને (સાધ્વીને) અનુકૂલ ઉપસર્ગ કરે છે. પણ મહાસતિ ! પોતાના કર્મને તોડે છે અને વિચારી રહ્યાં છે ખરેખર મારું આ રૂપ જ અનર્થનું મૂળ છે. (૧૭)
મારા આ શરીરની કાંતિને ધિક્કાર થાઓ. ધિક્કાર થાઓ. ખરેખર જગતમાં જીવ જે ભમે છે. તે વિષય વિકાર અને કષાયમાં ફસાઈને ભમ્યાં કરે છે. (૧૮)
આ પ્રમાણે ભાવના ભાવતા મહાસતિ મદનાવલી શુક્લધ્યાનની ધારાએ ચડ્યા. તે જ વખતે ચાર ઘાતકર્મનો ક્ષય કરી પંચમ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને તે કેવલજ્ઞાનીનો મહિમા દેવતાઓ અભિમાનનો ત્યાગ કરીને કરવા માટે આવ્યા. (૧૯)