Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ...... કં કરતો હું ફરતો હતો. ત્યાં અચાનક મારી દૃષ્ટિ આ કૂવા પર પડી બીજે ક્યાંય પાણી મળ્યું પર નહીં. તેમજ મારી પાસે કોઈ પાત્ર પણ ન હોવાથી ‘તૃષાતુર એવા મેં આનંદ સાથે આ આ કૂવામાં પડતું મેલ્યું. (૪) ST એટલામાં “ગગનમંડલથી’ વિજળીની જેમ પડતો એવો આ બાળક મેં જોયો. મને થયું
આ કૂપોદરમાં પડશે ! માટે દયા લાવી પડતાં એવા તે બાળકને મેં ઝીલ્યો. આટલું હું જાણું છું. બીજી મને ખબર નથી. (૫)
હવે સાર્થવાહ ! હું અર્થ (ધન) વિનાનો અસમર્થ છું. તો આ શિશુને શી રીતે પાળી શકું? માટે હે પ્રભુ ! તમે પ્રીતિ ધરીને આ બાળકને ગ્રહણ કરો ! (૬)
તે સાંભળીને સાર્થપતિએ ત્યારે તે મુસાફરને અનંતી આથ (ધન) આપી તે બાળકને રાખ્યો. ત્યારબાદ હૈયે હર્ષને ધારણ કરતો તે મુસાફર ત્યાંથી પોતાને ગામ ચાલ્યો. (૭)
(રાગ : આશાવરી : દેશી વેલની) વનિતાને સોંપ્યો તેણે વારૂ, વિનયંધર ધરી નામ; પુત્રતણી પેરે પાલે પ્રેમ, રંગેશું અભિરામ. ૧ સારથપતિ હવે સાથે લઈને, પંથશિરે પરવરિયો; કંચનપુર કુશલે પહોંત્યો, આવાસે ઉતરિયો. ૨ વિનયંવર તે વધતો વારૂ, ચૌવન પામ્યો જામ; સુંદર રૂપ મનોહર શોભે, જાણે અભિનવ કામ. ૩ અંગવિભૂષિત વેલ સુખાસન, વાહને બેઠો હિંડે; સારથપતિ સુતની પરે રાખે, પણ પુરજન તસ પીડે. ૪ કર્મકર કહીને બોલાવે, સુબંધુએ પાળ્યો એહને; પગની ઝાળ તે મસ્તક જાયે, વચન સુણીને તેહને. પ લોકને વચને લાજે મનશું, દુઃખ ધરે દિલ સાથે; પરઘર વાસી પરની સેવા, ધિમ્ પડો સુખ માથે. ૬ મનશું એકદિન મહાદુઃખ પામી, આવ્યો નિજ આવાસે; તિહાં મુનિવર દેખી મન હરખે, પ્રણમી બેઠો પાસે. ૭ સાધુ પસંપે સમકિત પાખે, જીવ ભમે સંસાર;
પૂજાનો અધિકાર પરંપર, ઉપદેશે અણગાર. ૮ S SSAS SSAS S૧૦૯
SSA SSA :
S