________________
S S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3 હવે વિનયંધર પણ બીજના ચંદ્રની જેમ વધતો અનુક્રમે યૌવનવય પામ્યો. તે સુંદર કરી રૂપથી મનોહર લાગી રહ્યો છે. અત્યંત શોભી રહ્યો છે. જાણે કે નવો “કામદેવ' પ્રગટ થયો | ન હોય ! (૩)
અંગે વિભૂષિત - સુખાસને વાહનને વિષે બેઠો થકી ચાલે છે. આગળ વધે છે. સાર્થવાહ Eી તેને પુત્રની જેમ રાખે છે. પણ પુરજન તે વિનયંધરને પીડી રહ્યો છે. (૪)
લોકો તેને કર્મકર' (નોકર) કહીને બોલાવે છે. વળી કહે છે આ તો ‘સુબંધુ' સાર્થવાહ તેને પાળ્યો છે. આવા વચનો લોકોના સાંભળી તે કુમાર પગથી માથા સુધી સળગી ઉઠ્યો. (૫) કરી અને લોકોના વચનથી મનમાં લાજી રહ્યો છે. હૈયે દુઃખને ધારણ કરે છે અને વિચારે છે.
અરે રે ! હું પરઘર વાસી થયો છું ! હું બીજાની સેવા કરું છું ! મારા આવા સુખ સૌભાગ્યને | માથે તો ધિક્કાર થાઓ ! આવા સુખમાં ધૂળ પડો? આવા સુખને શું કરવાનું? (૬)
એક દિવસ મનથી અત્યંત દુઃખી થયેલો તે પોતાના આવાસે આવ્યો અને ત્યાં તેણે | મુનિવરને જોયાં તેમનાં દર્શન માત્રથી તે મનથી હર્ષિત થયો થકો મુનિવરને ચરણે નમસ્કાર કરી તેમની પાસે જઈને બેઠો. (૭)
સાધુ ભગવંતે ઉપદેશ આપતાં કહ્યું કે સમકિતની પ્રાપ્તિ વિના જીવ સંસારમાં પરિભ્રમણ Kી કરે છે. પરંપરાએ તે અણગાર પૂજાનો અધિકાર વર્ણવે છે. (૮)
- વિવેચન : જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેનું જો કોઈ કારણ હોય તો એક જ છે
જીવે સમકિતની પ્રાપ્તિ કરી નથી. જીવનમાં બધી જ આરાધના કરે, જ્ઞાન ભણે. ચારિત્રની કે | પણ આરાધના કરે, માખીની પાંખ પણ ન દુભાય તેવી રીતે જીવદયા પાલે. જિનાજ્ઞાને પણ વફાદાર રહે પણ જો કેવલી પ્રરૂપિત તત્ત્વો પર શ્રદ્ધા ન રાખે યાને સાચું સમકિત સદહે નહિ તો ત્યાં સુધી જીવનું સંસારનું પરિભ્રમણ અટકતું નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ વિનાની બધી જ આરાધના એકડાં વિનાના મીંડા બરાબર ગણાય છે. આ પ્રમાણે સમકિતની પ્રરૂપણા કર્યા બાદ હવે તે અણગાર વિનયંધરની આગળ પૂજાનો અધિકાર વર્ણવતા કહી રહ્યાં છે કે –
જે પ્રાણી ધૂપપૂજાને વિષે પ્રેમધરીને જિનેશ્વરની પૂજા કરે છે. તેના સૂરનર કિન્નર, ભૂપ-પૂરંદર સર્વે પૂજા કરનારના બને છે. વળી ચરણકમલને વિષે પ્રણામ કરે છે અને તે E3 વ્યક્તિ ત્રણે લોકમાં પૂજનીક થાય છે. (૯)
દ્રવ્ય અને ભાવે કરીને જે જિનવરની પૂજા કરે છે. તે જીવ જગતને વિષે “મહાયશ'ની 6 પ્રાપ્તિ કરે છે અને તે પૂજનીક થાય છે. પ્રતિમા પૂજ્યાનું આવું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. (૧૦) :