Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
તે રાજાને સર્વ અંતેઉરીમાં મનોહર એવી બે કામીની છે. સતીયોમાં શિરોમણી એવી તેમનું કમલા અને વિમલા એવું નિરૂપમ નામ છે. (૨)
આવા પ્રકા૨ના પુણ્યસંયોગને પામી તે ભૂપતિ તે બે સ્ત્રીઓ સાથે રાચી-માચીને રહ્યો છતો પંચવિષય સુખને ભોગવી રહ્યો છે. (૩)
અનુક્રમે કમલા અને વિમલા બંને સાથે સગર્ભા થઈ. ગર્ભકાલ પૂર્ણ થયે બંનેએ સાથે પુત્રને જન્મ આપ્યો. (૪)
જન્મયોગે પિતાએ દર્શાદનનો મહોત્સવ કરી કમલ અને વિમલ એમ બંનેના અનુક્રમે નિરૂપમ નામ આપ્યાં. (૫)
ભાગ્યયોગે એક દિવસ બંને કુંવરો વીર પરાક્રમી બન્યાં. દિનકરની જેમ દીપતાં અને સર્વ અવયવે સુંદર ઘાટવાળા તે કુંવરો શોભવા લાગ્યાં. (૬)
એક વખત વજ્રસિંહ રાજાએ નિમિત્તિયાંને બોલાવી પૂછ્યું કે નિમિતશ ! મારા મનનો સંશય તમે આજે દૂર કરો કે કમલ અને વિમલ નામના બન્ને પુત્રમાં રાજ્યપુરા ધારણ કરનાર રાજ્યધુરંધર કયો પુત્ર થશે ? (૭)
તે સાંભળીને નિમિતજ્ઞ કહેવા લાગ્યો કે, હે સ્વામીન્ ! તમે મારી વાત પર વિશ્વાસ રાખજો. મનમાં શંકા ન ધરતાં. કમલકુમા૨ તમારી સાથે ક્રોધે ભરાઈને સંગ્રામ ક૨શે !(૮)
અને બત્રીશ લક્ષણે શોભતો નિર્મલ, ગુણનિધાન, વિમલ છે બુદ્ધિ જેહની એવો વિમલકુમાર તમારી રાજ્યધુરાને વહન કરશે. (૯)
નિમિત્તજ્ઞની એ પ્રમાણેની વાણી સાંભળી રાજા રોષાતુર થયો અને પ્રચ્છન્ન ક્રોધથી ઝલી રહ્યો થકો આકુલ વ્યાકુલ થવા લાગ્યો. (૧૦)
ત્યારબાદ ક્રોધાતુર રાજાએ પોતાના સેવકને મોકલી પુત્રનું મુખ જોવાના બ્હાનાથી દશ દિવસના તે બાળકને પોતાની પાસે બોલાવ્યો. (૧૧)
માતાના ઉત્સંગમાં રમતાં એવા તે બાળકને બુદ્ધિ પ્રપંચથી રાત્રી સમયે રડતા એવા તે કમલકુમારને રાજા પાસે લાવવામાં આવ્યો. (૧૨)
ત્યારબાદ અવનીપતિના આદેશથી દુષ્ટ યમદૂત જેવા સેવકો તે બાળકને લઈ મહાવનના દૂર દૂર પ્રદેશમાં પહોંચ્યા. (૧૩)
ભીષણ રૌદ્ર અને ભયંકર તે વનમાં જાણે યમને ૨મવા માટે રમકડું ન હોય ! તેમ તે ભયંકર સ્થાનમાં બાલકને છોડી સેવકો શોકને ત્યજી પાછા રાજ્યમાં આવી ગયા. (૧૪)
૧૦૧