________________
IS
SI શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ત્યારબાદ તે અનુચરોએ જઈને રાજાને કહ્યું કે, અમે બાલકને એવી જગ્યાએ મૂકી ; આવ્યા છીએ કે જે જગ્યાએ તે એક સમય પણ જીવી શકે નહીં. (૧૫) - ઉપર પ્રમાણેના અનુચરના વચન સાંભળી વસુધાપતિએ ઉદક અંજલિમાં લઈ તે બાળકને | તિલાંજલી આપી. અર્થાત્ તે બાલકની મમતા ત્યજી દીધી. જાણે કે પુત્ર જન્મ્યો જ ન હતો. ખરેખર ક્રોધના કામ જુઓ કે ક્રોધમાં માણસો શું શું અને કેવાં કેવાં કામ કરે છે. (૧૬)
પુત્રના વિરહે કમલારાણી મનમાં મહાદુઃખ પામે છે. નયણે આંસુના ઝરણાં ઝરી રહ્યાં છે. છે. અન્ન-પાણી ભાવતાં નથી. કર્મની ગતિ સાંભળો ! કર્મ શું નથી કરાવતા ? (૧૭)
વિવેચન : કર્મ ક્યારેક રંકને રાય બનાવે છે, તો ક્યારેક રાયને રંક બનાવે છે. તેને જે કોઈનીય શરમ નથી. તે કરોડપતિને રોડપતિ, તો રોડપતિને કરોડપતિ બનાવે છે. ક્યારેક . પતિનો વિયોગ કરાવે છે તો ક્યારેક પત્નિનો. તે બેની મેલાપ કરાવે તો ક્યાંક વળી દિન પુત્રવિયોગ” કરાવે છે. કર્મને કોઈનીય શરમ નથી. એ તો ચારગતિમાં જીવને નવાં નવાં 6 નાટક કરાવે છે.
અહિં પણ પુત્રના વિરહે રાણી રૂદન કરે છે. વિરહનું જાણે પૂર પ્રસરી રહ્યું છે. જલધરની મા પેરે કમલારાણીના ઉરે પયોધરનો ધોધ દૂધરૂપે ઉલ્લસિત થઈ પ્રગટ થવા લાગ્યો. (૧૮)
“કમલા' પોતાના મુખથી વારંવાર કમલ કમલ કરતી નિશાસો નાંખે છે અને કહે છે કમલ સુકોમલ નાનડો મારા ચિત્તને વિષે સાંભરી આવે છે. (૧૯)
સુતવિરહ માતાને અનંતુ દુઃખ થઈ રહ્યું છે. તે પુત્ર વિયોગીણી માતા જ જાણે કે પુત્રના વિયોગનું દુઃખ કેવું છે. અગર તો માતાને દુ:ખ શું થાય છે તે તો કેવલી ભગવંત દિન જાણે છે. (૨૦).
રોતી એવી તે કમલારાણી' એટલું રૂદન કરે છે કે રોતી એવી તેને જોઈ આખું નગર , રડે છે અર્થાત્ “કમલારાણી' ના રૂદને આખાય નગરને રડાવ્યાં છે. એ પ્રમાણે સત્તરમી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ કહે છે કે “કમલારાણી” સુતવિરો મહાદુઃખને પામી. (૨૧)