Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
STS STS STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ સત્તરમી
| દોહા | પ્રથમ પૂજા પગથારીઓ, જાતાં શિવપુર જાણી; કેવલી કહે હરિચંદ્રને, જિનપૂજા સુખખાણી. ૧ ધનસુખ ધણસુખ ધામસુખ, શિવસુખ દેવ વિમાન; પૂજાથી ફલ પામીયે, કામિયે જેહ કલ્યાણ. ૨ પૂજા અષ્ટપ્રકારની, ગંધાદિક ગુણવંત; બીજી પૂજા ધૂપની, સુણો તેહનો દ્રષ્ટાંત. ૩ મૃગનાભિ ચંદન પ્રમુખ, અગર કપૂર સુગંધ વારુ ધૂપ ઉવેખીને, જે પૂજે જિનચંદ. ૪ સુવિધિ ધૂપ સુગંધ શું, જે પૂજે જિનરાય; સૂરનર કિન્નર ઈંદ્ર સવિ, પૂજે તેના પાય. ૫ જિમ વિનયંધર જિનતણિ, કરતાં ધૂપની ભક્તિ; સૂરનર સર્વને તે થયો, પૂજનીક ગુણવંત. ૬ સાતમે ભવ સિદ્ધિ ગયો, સુણો તેહનો સંબંધ
અનુક્રમે આદિથી માંડીને, કેવલી કહે પ્રબંધ. ૭ ભાવાર્થ: શ્રી વિજયચંદ્ર કેવલીએ હરિચંદ્ર રાજવી આગળ પ્રથમ પૂજાનું વર્ણન કર્યું અને તે વર્ણન કરતાં કહ્યું કે પ્રથમ પૂજાથી જેમ જયસૂરરાજા અને શુભમતિરાણી શિવસુખ પામ્યા એ પ્રમાણે હે રાજનું! જિનપૂજા ખરેખર સુખની ખાણ છે. (૧)
જિનપૂજાથી ધનસુખ, સ્ત્રીસુખ, ધામસુખ, શિવસુખ તેમજ દેવવિમાનનું સુખ આ બધું જ પ્રાપ્ત થાય છે. તેમજ જિનપૂજાથી મનવાંછિત ફલ અને કલ્યાણવલિની પ્રાપ્તિ થાય છે. (૨) કિa
પૂજા અષ્ટપ્રકારની છે. જેમાં પ્રથમ ગુણવંત એવી ગંધપૂજાનું વર્ણન કર્યું. હવે બીજી કો ૬. ધૂપપૂજા છે. તે ધૂપપૂજાનું દૃષ્ટાંત સાંભળો. (૩)
- મૃગનાભિમાં જે કસ્તૂરી રહે છે તે ચંદનનો ધૂપ. અગરૂનો ધૂપ, કપૂરનો ધૂપ, આવા કિસ ની અનેક સુગંધી ધૂપથી જે જિનેશ્વરની પૂજા કરે છે તે ધૂપપૂજા કરનારના સૂરનર કિન્નર ઈન્દ્ર છે
આદિ સર્વે ચરણ-કમલ પૂજે છે. (૪, ૫).