Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
STS
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SATHE ENTRY ઢાળ સોળમી
| દોહા સા મદનાવલી સાધવી, અજાનો આચાર; પાલે મન પ્રેમે કરી, ચારિત્ર નિરતિચાર. ૧ ભણી ગુણી તે ભાવશું, આગમ સૂત્ર અનેક; સૂક્ષ્મ અરથને સદહે, વારુ ધરિય વિવેક. ૨ ખિમા આદિ તે ગુણ ખરા, પ્રીતે પાલે તેહ; ગુણીની સેવા કરે, ઉપશમ રસ ગુણગેહ. ૩ ઉપવાસ આદિ માંડીને, પક્ષ માસ પર્યન્ત;
આણાશું તપ આચરે, શમદમ મહા ગુણવંત. ૪ ભાવાર્થ હવે તે મદનાવલી સાધ્વી આર્યાવ્રતને મન પ્રેમે પાળે છે. ચારિત્રધર્મ પણ | ક્યાંય અતિચાર ન લાગે તેવી કાળજીપૂર્વક નિરતિચાર ચારિત્ર પાળે છે. (૧)
ભાવપૂર્વક અનેક પ્રકારના આગમસૂત્રનો અભ્યાસ કરે છે. એટલું જ નહીં, વિવેકપૂર્વક સૂત્ર આદિના સૂક્ષ્મ અર્થની શ્રદ્ધા કરે છે. જાણે છે અને તે પ્રમાણે જીવનને આચરણમાં ક ઉતારે છે. (૨)
વળી ક્ષમા આદિ દશવિધ યતિધર્મને પ્રીતિપૂર્વક પાળે છે. ગુરુણીની સેવા કરે છે અને તે ની ઉપશમરસ ગુણમાં ઝીલે છે. (૩)
વળી ગુણીની આજ્ઞાથી ઉપવાસ આદિથી માંડીને પાસક્ષમણ, માસક્ષમણ પયંતનો I તપ ઉલ્લાસપૂર્વક આચરે છે. આ પ્રમાણે મદનાવલી આર્યા અમદમ ગુણને ધારણ કરતા પૃથ્વીતલ પર ગુણી સાથે વિચરી રહ્યા છે. (૪)
(સુંદર, પાપસ્થાનક તજો સોળમું - એ દેશી) સુંદર, દેવ ચ્યવી દેવલોકથી, ખેચર સુત ગુણખાણ હો; સુંદર, અનુક્રમે આવી ઉપનો, મૃગાંક નામે સુજાણ હો. ૧ સુંદર, મોટું કર્મ મોહની, જિન વિણ જિત્યું ન જાય હો; સુંદર, સીત્તેર કોડાકોડીની, સ્થિતિ જેહની કહેવાય હો.
સુંદર મોટું કર્મ મોહની. ૨