Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SATISAHITY A | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ| T T S 3
એવા સ્વામીના વયણ સુણી, “જયશ્રી' રાણી કહેવા લાગી કે, હે સ્વામિન્ ! આપ જે ઉં. કહો છો તે સત્ય છે. મેં મનથી તે પ્રમાણે ઉલ્લાસથી ઈર્યું છે. તે મારા મનને ગમ્યું છે કે અને આપની તે વાણીને મેં હૃદયથી સ્વીકારી છે. એ પ્રમાણે કહેતી કંતપ્રતિ બે કરજોડી નમસ્કાર કરતી પોતાના સ્વામીની આજ્ઞા લઈ પોતાના શયનગૃહને વિષે આવી. (૧૭)
- ત્યારબાદ ઉત્તમ સ્વપ્ર અને તેનું ફલ નિષ્ફળ ન થાય. તે માટે પંચસખીયો સાથે, તેના આ પરિવાર સાથે ધર્મસંબંધી કથા વિનોદને કરતી રાત્રી પૂર્ણ કરે છે. ત્યારબાદ ગર્ભના પ્રભાવથી 8
દયા-ધર્મને ધારણ કરે છે. (૧૮) - ત્યારબાદ સત્કાર્યને કરતી એવી “જયશ્રી રાણી' એ શુભ દિવસે, શુભ યોગે, પૂર્ણ માસે | ‘દિવ્ય પુત્રીને જન્મ આપ્યો. મહિપતિએ જન્મ મહોત્સવ કરી હર્ષિત થયા થકા તેણીનું દિ ની “મદનાવલી' એવું અનોપમ નામ પાડ્યું. (૧૯).
તે પુત્રી કેવી છે ? કોમલ કમલસમ કાયા છે જેની, આંખ અણીયાળી છે. કમલદલ સમ દિર શોભતી, સુંદર રૂપવતી, સારા ઘાટવાળી, મુખના મટકે સુરનરના મન મોહતી, એવી અનોપમ છે. (૨૨)
એવી બુદ્ધિનિધાન તે મદનાવલી અનુક્રમે આઠ વર્ષની થઈ. એમ ઉદયરત્નજી મહારાજ ની મનના મોદે દશમી ઢાળમાં કહી રહ્યા છે. (૨૧)