Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SS S SSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ બારમી
| | દોહા અભવિહારી અવગણી, વિધાધરના વૃંદ; અવનીચર હું આદયોં, ચિંતી એમ નરિંદ. ૧ મદનાવલીને મોદશું, ગુણ સંભારી ગૂટ; પટરાણી પોતે કરી, રંગે સિંહાસન રૂઢ. ૨ સુખ સંસારના ભોગવે, પંચવિષય ભરપૂર મન વિચારે મહિપતિ, ઉદયો પુણ્ય અંકૂર. ૩ રૂપ, કલા, ગુણ, ચાતુરી, લાયક લલિત સુલંક; શીલવતી, શશહરમુખી, વચન ન બોલે વંક. ૪ ભાવ ભેદ જુગતે કરી, પરખી બુદ્ધિ પ્રધાન;
ભામિનીશું ભીનો રહે, સિંહવજ રાજન. ૫ ભાવાર્થ : હવે સિંહધ્વજ રાજા વિચાર કરે છે કે આકાશગામી વિદ્યાધરના વૃંદની અવગણના કરી અને અવનીચર એવા મને મદનાવલીએ સ્વીકાર્યો. (૧) મિ. એ પ્રમાણે મદનાવલીના ગુણ સંભારી સિંહધ્વજરાજાએ મદનાવલીને પટ્ટરાણી પદ ન આપી સિંહાસન પર આરૂઢ કરી. (૨)
તેની સાથે સાંસારિક પંચવિષય સુખ ભોગવતો વિચારે છે. મારો પુણ્યનો ઉદય થયો છે * કે જે થકી હું આવી પટ્ટરાણીને પામ્યો છું. (૩)
વળી તેની રૂપકલા ચાતુરી પણ તેણીને લાયક છે. યોગ્ય છે, વળી તે શીલવતી છે અને ની જાણે ચંદ્રને પણ શરમાવે તેવી ચંદ્રમુખી ન હોય તેવી શોભે છે. વચન બોલતાં જાણે ફૂલડાં ખરે છે. ક્યારેય વાંકા વચન બોલતી નથી. (૪)
વળી ભાવ - ભેદ - કૃત્ય - અકૃત્યની જાણનારી એવી શ્રેષ્ઠ ઉત્તમ બુદ્ધિ છે. તેવી ને ભામિની (મદનાવલી) સાથે સિંહધ્વજ રાજા મગ્ન રહે છે. અર્થાત્ સિંહધ્વજરાજા મદનાવલીમાં
એવો લીન થયો છે કે તે રાજ્ય કારભાર પણ ભૂલી ગયો છે. (૫)