Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
છે.. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) GST | વિવેચન : દમયંતી સતિ હંમેશા પોતાના સ્વામીને કહેતી હતી. તમે કુબેરની દોસ્તી | છોડો, તે દુષ્ટમતિ છે. જુગાર ખેલાવે છે અને એક દિવસ રાજ્ય પણ છોડાવશે. પણ સતી માં દમયંતીની વાત પર ધ્યાન નહિ આપતાં રાજા નળનો એક દિવસ કર્મે એવો લાવીને તે મૂક્યો કે દમયંતી સહિત નળરાજાને પહેરે કપડે રાજ્યપાટ છોડાવ્યું અને બાર વર્ષ સુધી જંગલમાં રઝળપાટ કરાવી. પોતાની કહેવાતી સતી શિરોમણી એવી દમયંતી પટ્ટરાણીને | પણ બાર વર્ષ વિયોગ ભોગવવો પડ્યો. આમ કર્મ કોઈને છોડતું નથી. કર્મે જે દાટ વાળ્યો છે તે તો કોઈનેય ભોગવ્યા વિના છુટકારો થતો નથી.
વળી કર્મે સતી શિરોમણી એવી સીતાજીને માથે પણ કલંક ચઢાવ્યું. જેની પાસે રાવણ | હંમેશ આવતો છતાં તેનું મુખ કેવું છે આટલી પણ નજર માંડી નથી અને જ્યારે સખીયો પૂછે છે કે મોટું નથી જોયું તો શું જોયું છે ? ત્યારે સીતાજીએ ભોળપણમાં કહ્યું તે મારી પાસે કે આવીને ઉભા રહેતાં ત્યારે ફક્ત તેમનાં ચરણ પર મારી નજર જતી. તેથી મેં ફક્ત તેમનાં જ
ચરણ-કમલ જોયાં છે. ત્યારે સખીયોના કહેવાથી ભોળપણમાં “રાવણ'ના ચરણ દોરીને કરી બતાવ્યાં, તેમાં સીતાજીને કર્મે થાપ ખવડાવી અને કલંકિત કર્યા. તેમને પણ વનવાસ
ભોગવવો પડ્યો અને પોતે નિષ્કલંક છે તે બતાવવા તેમને અગ્નિપ્રવેશ પણ કરવો પડ્યો. પણ જે મન-વચન-કાયાથી નિર્મલ છે. ધર્મસત્તા જેનાં રોમેરોમે વસી ગઈ છે. તેને કર્મ પણ બને નિષ્કલંક જાહેર કરાવે છે. પણ થોડી મિનિટ માટે બાંધેલું કર્મ થોડો ટાઈમ પણ તેને રે પરેશાન કરે છે. કર્મને કોઈનીય શરમ નથી. તે તો જેણે જેવા કર્મ બાંધ્યાં તેની પાસેથી તે ,
તેનો હિસાબ પૂરો કરાવે જ છુટકો કરે છે. S: તીર્થકર કહેવાતા ઋષભદેવ પ્રભુને પણ કર્મે વરસ સુધી આહાર-પાણી કરવા ન દીધાં, કરી કર્મે કોઈનેય મૂક્યાં નથી એવા તો અનેક અધિકારો છે. (૫) - વિવેચન : ઋષભદેવ ભગવાન હંમેશ ગૌચરીએ ફરતાં હતાં. પરંતુ પરમાત્માએ B પોતાના આગલાં ભવમાં બાર કલાક બળદનાં મોઢે છીંકલા બાંધી રાખવા બીજાને પ્રેરણા કી કરેલ તેથી એ કશું અનાજ બગાડે નહિ. આ પ્રમાણેની પ્રેરણા આપી બળદને માર મારતાં જ | અટકાવ્યા. એ પ્રમાણે પ્રભુના જીવે પણ તેજ રીતે છીંકલાં બાંધ્યા અને ખેતીનું કામ બળદો $ પાસે પૂર્ણ કરાવ્યું. પણ કામ પત્યા પછી બાર કલાક સુધી તે છીંકલા છોડવાનાં ભૂલી ગયા. એ તેથી બળદો ભૂખ્યા રહ્યાં. બળદોને ખાવામાં અંતરાય થયો. આમ પરમાત્માની નાનકડી | ભૂલે કર્મસત્તાએ બાર વર્ષની સજા એવી ફટકારી કે તીર્થકર જેવાં તીર્થકરને પણ બારમાસ . ગૌચરી ફરવા છતાં અનાજનો એક દાણો પણ ગૌચરીમાં પ્રાપ્ત ન થવા દીધો. ગૌચરી લીધાં છે વગર પ્રભુ પાછા ફરે છે અને ઉપવાસના પચ્ચકખાણ કરી લે છે. આમ કરતાં ઋષભદેવ