Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
ોિ છે.
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસSS SS વળી સજ્જન પુરુષ તે કહેવાય કે જે દુઃખ ગમે તેટલું આવે પણ તે સુખ અને દુઃખમાં દિન બંનેમાં પોતાનો સાથ આપે અને દુઃખને પોતે ભોગવી લે. હું કેવો નિર્દયી કે પ્રજા સાથે પ્રેમ કર્યો અને તાહરી માયાને પડતી મેલી. (૩)
આ પ્રમાણેના પોતાના પ્રાણવલ્લભના વચન સાંભળી રાણી કહેવા લાગી કે હે સ્વામીનું ! સાંભળો એવી વાત નથી. તમે જરા પણ નિર્દય નથી. તમારામાં એવી કોઈ ખામી નથી. આ તો પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે જેથી તમારે આ માર્ગ લેવો પડ્યો છે અને તમે મને ક્યાં છેહ આપ્યો છે ? વનવાસ તો મેં જાતે માંગીને લીધો છે. (૪)
તે સમયે અવનીપતિ મહાદુઃખ આણીને કહેવા લાગ્યો કે હવે તારા વિના મારાથી કેમ રહેવાશે ? આ મહેલ સુનો સુનો થઈ જશે. આ આવાસ મને ખાવા ધાસ્ય. (૫)
ત્યારે મદનાવલી કહેવા લાગી કે, તે સ્વામીનું ! તમે આવા દીનવીન શા માટે બોલો છો ? હૈયું કાઠું કરીને રાખો. અમને રહેવા વનવાસ આપો. અને તમે રાજ્ય ઉલ્લાસપૂર્વક , કરો. (૬)
ત્યારે રાજા પણ મનમાં ધીરજ ધરી સચિવને સાક્ષી રાખી અટવીમાં આવાસ કરાવી ને અને પટ્ટરાણી મદનાવલીને તે આવાસમાં પધરાવી. યા ને પટ્ટરાણીને તે આવાસમાં રહેવા કહ્યું. (૭)
વળી તે વનના મહેલમાં અશનાદિક સર્વે ભરાવી. ચારે દિશામાં ચોકી પહેરો રાખી રાણી પાસે શિખામણ માંગી અને નગર ભણી ડગ ભરી રાજા પોતાના આવાસે આવ્યો. (૮)
પ્રજાના કહેવા પ્રમાણે રાજાએ કર્યું અને રાણીને વનવાસ આપ્યો. રાજા પોતે ફરી મહેલમાં આવ્યો પણ મનમાં અત્યંત દુઃખ પામ્યો. રાજાને ખાવું-પીવું ભાવતું નથી. પરંતુ મંત્રીશ્વર આવી રાજાને સમજાવે છે પરંતુ સિંહધ્વજરાજા બહુ અફસોસ કરે છે અને કર્મને દોષ આપે છે. (૯, ૧૦) - હવે મદનાવલી વનના આવાસમાં રહે છે. રાજા-પ્રજા અને પ્રધાનનું હાલ તે અપમાન પામી છે. (૧૧)
મદનાવલી મનમાં ચિંતવે છે કે મને સહુ રાજમહેલમાં જીજી કરતાં હતાં ક્યારે પણ ગુસ્સે થઈ મને તુંકારો પણ આપ્યો નથી. આવાં સુખમાં રહેલી મને કર્મે વનમાં કાઢી. (૧૨)
ક્યાં મારા માતા-પિતા અને ભ્રાત ! ક્યાં મારી સાહેલીનો સાથ. કર્મે મને બધાથી છૂટી કરાવી અને વનમાં વસાવી દીધી. (૧૩)