Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SિS SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
તેમજ મને મારા પ્રાણવલ્લભનો વિયોગ કરાવ્યો. કેવા કર્મનાં ખેલ છે. દુઃખભર હૈયે | મદનાવલી વિચારે છે. મારા આવા જીવિતને ધિક્કાર થાઓ. ધિક્કાર થાઓ. (૧૪)
- પૂર્વભવના પાપના ભોગે આવા ભયાનક દુઃખ પામી છું. મહા દુઃખદ અવસ્થા મેં પ્રાપ્ત કરી જ કરી છે. વળી દેહની દુર્વાસના વધી રહી છે. (૧૫)
આ દારૂણ અને નિર્દય એવું મહાકર્મ છે. પૂર્વે મેં અધર્મના કામો આચર્યા છે. તેથી કોઈ કર્મના વિપાક સંયોગે મારૂં તન દુર્ગધથી વિણસી ગયું છે. ખરેખર કર્મ ભોગવ્યા વિના ફક્ત ની વિલાપ કરવાથી કર્મ ઘટી શકતા નથી. અને વિલાપ કરવાથી કર્મનાં બંધનમાંથી છૂટી શકે
શકાતું નથી. કર્યા કર્મ કોને કહિયે, હવે તો ઉદયે આવ્યા છે તો તેને સહિ લહિયે. (૧૬, ૧૭) તિ $ વળી શરીર એવું દુર્ગધી બન્યું છે કે પશુ પંખી પણ દૂર જાય છે. દુર્વાસ કોઈ સહન કરી ની શકતું નથી. આ જંગલમાં કોઈ આવતું નથી અને વળી મારા શરીરની દુર્ગધ વધુ દૂર સુધી તિ - જઈ રહી છે. (૧૮)
એટલું જ નહિ મારા શરીરની દુર્ગધીથી પ્રાણી માત્ર દૂર પલાયન થઈ જાય છે. એ | પ્રમાણે મદનાવલી મનમાં ઝુરી રહી છે અને આવા પ્રકારે ભયાનક અટવીમાં નિર્ભય થઈને વનમાં રહે છે. (૧૯)
વનમાં મહાદુઃખોને સહન કરતી મહાકષ્ટ કાળ નિર્ગમન કરે છે. એમ કવિ ઉદયરત્નજી * મહારાજે તેરમી ઢાળમાં કહ્યું છે અને કહે છે. તે શ્રોતાજનો ! તમે કાન દઈને સાંભળો. કર્મ કર
બાંધતાં પહેલાં સો વાર વિચાર કરજો ! કર્મ કર્યા પછી કોઈપણ પ્રાણી તેના સકંજામાંથી જલ્દી બહાર આવી શકતું નથી. (૨૦)