Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
1) ) TET શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો એવા શૂરવીર સૈનિકોને ત્યાં મૂકો. જો પ્રજાનું દુઃખ ટાળવું છે તો મદનાવલી’ને વનવાસ ન આપવો યોગ્ય ગણાય. (૧૯, ૨૦)
મહિપતિએ પણ આ વાત માન્ય કરી. વળી મનમાં વિચારે છે. તે મારા વિના કેમ રહી Rી શકશે ? તેને ડગલે પગલે મારો પ્રેમ સતાવશે અને એના વિના અડધી ઘડી પણ હું કેમ છે ની રહી શકીશ? જલ વિના જેમ માછલી તરફડે તેમ મારા વિના તે કેમ રહેશે? અર્થાત્ જલ | વિના માછલી જેવી દશા થશે. (૨૧, ૨૨)
વળી તેની મૂર્તિ જાણે મોહન વેલડી છે. કોમલ કમલ જેવી જેની કાયા છે. વળી તે વાતો કોની સાથે કરશે ! તે વનમાં એકલી કેવી રીતે રહેશે? (૨૩)
વળી પહેલેથી જ પરિગલ પ્રીત દાખવી છે તેને હવે વનમાં એકલી મૂકવી તે ઉત્તમ | ત્રિી પુરુષની રીત નથી ! (૨૪) ની છતાં પણ ન છૂટકે નયણે આંસુ ઢાળતો સિંહધ્વજરાજા પ્રેમદા “મદનાવલી' પાસે
પહોંચ્યો. મનમાં અત્યંત દુઃખ છે. રાણી પણ ઉદાસ છે. કોઈ કશું જ બોલી શક્તા નથી. (૨૫) B | એ પ્રમાણે કવિ ઉદયરત્નજી મહારાજ બારમી ઢાળમાં કહે છે કે કર્મનો વિપાક કટુ છે. કર્મ કરે તે જ થાય છે. કર્મ પ્રાણીને ભવનાટકે નચાવે છે. કર્મની ગતિ ન્યારી છે. (૨૬)