Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
Sિ .. SATIS' શ્રી અપ્રકારી પૂજાનો રાસ
SGT 3 થકો વિચારવા લાગ્યો કે કુંવરી હવે વિવાહને યોગ્ય થઈ છે. તેથી તેના વરની ચિંતા ન કરતો રાજા ચિંતવન કરે છે. (૨)
અને એક દિવસ મનના આનંદ સાથે પોતે સ્વયંવર મંડપ રચાવે છે અને દેશ - Eી વિદેશના રાજાઓને આમંત્રણ આપવા માટે દૂતને વારંવાર ભણાવી, શીખવાડી દરેક | રાજયમાં મોકલે છે. (૩)
નરપતિ, ગજપતિ રાજાઓ, કંઈ કિન્નર રાજાઓ વળી અનેક અશ્વપતિઓ અને અનેક વિદ્યાધરો, કેઈ છત્રપતિઓ, કંઈક મોટા મહાપરાક્રમી, મહાશૂરવીર, દાની, ગુમાની, હઠાગ્રહી 6 આવા અનેક રાજાઓની ત્યાં મંડળી એકત્રિત થઈ. (૪૫)
પ્રત્યેક રાજાઓ પોત-પોતાને યોગ્ય સિંહાસન પર બેઠાં છે. વળી જિતશત્રુરાજા પણ જ્યારે પોતાના મુખ્ય સિંહાસને આરૂઢ થયાં ત્યારે બંદીજનો તથા ભાટચારણો જિતશત્રુ રાજાની બિરૂદાવલી બોલે છે. (૬)
અને જયજયકાર કરવા દ્વારા વધારે છે. તે સભા જાણે ઈન્દ્રસભા જ ન હોય તેવી . | શોભી રહી છે. અનેક રાજાઓ શ્રેણિબદ્ધ બેઠેલાં છે. તેવા સમયે “મદનાવલી’ પોતાની દરી માતાની અનુમતિ માંગે છે. (૭)
અને સોલ શણગાર સજી સુખાસન પર આરૂઢ થઈ વરમાળા હાથમાં લઈ મંડપમાં | પ્રવેશ કરે છે. (૮)
અને “મદનાવલી' પ્રત્યેક રાજાઓને નિરખે છે. ત્યારે તે “મદનાવલી' અને રાજાઓ હર્ષિત થાય છે અને ગુણાવલી નામની તેની દાસી પ્રત્યેક રાજાની વિગત આગળથી | સમજાવે છે. (૯)
સિંહાસન પરથી રાજા પણ નામ વિગેરે વાંચીને અને સર્વ રાજાઓની ઋદ્ધિનું સ્વરૂપ દિકા માન વિગેરે ગુણો રાજા તથા ગુણાવલી કુંવરીને કહી રહ્યા છે. (૧૦)
ત્યારે વિદ્યાધર રાજાઓ તેમજ બીજા પણ રાજાઓ કુંવરીને જોઈને મનમાં હર્ષિત થયા અને તેનાં મુખકમલને જોઈને મોહ પામવા લાગ્યા. (૧૧)
તે સમયે રાજકુમારીએ શિવપુરનગરના વાસી સિંહધ્વજ રાજા ત્યાં આવેલા. તે પ્રખર એ શૂરવીર યોદ્ધા અને ઉગતી નવયુવાનીનું રૂપ જાણે ઈન્દ્રને શરમાવે તેવા રૂપથી સુંદર ની શોભતાં હતાં. (૧૨)
વિદ્યાધર રાજાના સમૂહને છોડીને રાજકુંવરીનું મન તે સિંહધ્વજ રાજાને વિષે લાગી ગયું. કહેવાય છે કે જેહની સાથે સંબંધ લખાયો હોય તેની સાથે જ સંબંધ થાય છે. ભાગ્યમાં લખેલ લેખ ક્યારે પણ મીટતો નથી. (૧૩)