Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
T S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
. સુર અસુરપતિ સારીખા રે લો, મોટા યતિ મહાનુભાવ રે રાજેસર સમરથ નહિ કહેવા સહિ રે લો, પૂજાનો પ્રભાવ રે રાજેસર૦ ૨૨ જિનના ભવન જે કરે રે લો, ભરાવે શ્રી જિનબિંબ રે રાજેસર જિનપૂજાથી પ્રાણી કહે રે લો, ઉત્તમ ફળ અવિલંબ રે રાજેસર૦ ૨૩ શ્રાવક સાચા તે કહ્યા રે લો, જેહને પૂજાશું પ્રીતિ રે રાજેસર દ્રવ્ય ભાવે પૂજિયે રે લો, એક જ ઉત્તમ રીતિ રે રાજેસર૦ ૨૪ હરિચંદ્ર નૃપને હવે રે લો, પૂજાશું થયો પ્રેમ રે રાજેસર પરગટ પાંચમી ટાળમાં રે લો, ઉદયરત્ન કહે એમ રે રાજેસર૦ ૨૫
ભાવાર્થ : શ્રી હરિચંદ્ર રાજવી શ્રી વિજયચંદ્ર કેવલી પાસે પોતાને યોગ્ય ધર્મ યાચી આ રહ્યો છે. ત્યારે કેવલી ભગવંત હરિચંદ્ર રાજવીના મનનો અભિપ્રાય જાણીને ફરમાવી રહ્યા
ની છે કે હે રાજેશ્વર ! દેવોના પણ દેવ સર્વ દેવોની મધ્યે દીપતા વીતરાગ પરમાત્મા છે. જે કરી પોતે કરેલા છે. બીજાને તારવા સમર્થ છે. જે પોતે બોધ પામેલા છે. બીજાને બોધ પમાડવા
તૈયાર છે. જે રાગ - દ્વેષ રૂપી બંધનથી મુક્ત છે. બીજાને મૂકાવનાર છે. જ્યારે બીજા દેવો
પોતે સંસાર સાગરમાં ડૂબેલા છે, તે બીજાને શું ઉગારે ! પોતે જ ભવવનમાં ભ્રમણ કરી B રહ્યા છે. બીજાના ભવભ્રમણને શું અટકાવે ! માટે મોક્ષમાર્ગના સાર્થવાહ સમ વિતરાગ ની પ્રભુ સર્વ દેવોમાં દીપતા છે અને તેમને પૂજવાથી દરેક પ્રકારના પાપો દૂર થાય છે. (૧)
વળી અરિહંત દેવની પૂજા કરવાથી પાપો તો દૂર થાય છે. સાથે મનોવાંછિત ફલની દિ પ્રાપ્તિ થાય છે. તેમજ મનમાં જે જે ઈચ્છા કરી હોય તે ઈચ્છિત પણ પ્રાપ્ત થાય છે. (૨)
વળી હે રાજેશ્વર ! જેમણે અષ્ટકર્મ રૂપી શત્રુને હણીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું છે જેઓ છે. અઢાર દોષથી રહિત છે. જે અનંત ગુણોની ખાણ છે. (૩)
ચોસઠ ઈન્દ્રો જેમનાં ચરણોમાં નમસ્કાર કરી રહ્યા છે. સુર-અસુર, નર-નારી જેમની ઇં નિ સેવા કરે છે. જે ત્રણ ભુવનમાં સર્વ જીવોને તારવા સમર્થ છે. જે જગતના ગુરુ છે. જે જગતને આધારભૂત છે. (૪)
વળી જે સર્વજીવના મનોગત ભાવને જાણી શકે છે. જે ત્રણલોકને સમકાળે જોઈ શકે વી છે. જે શિવગતિના સ્વામિ છે. વળી જે સર્વજ્ઞના બિરૂદથી ઓળખાય છે. (૫)
તેમજ જે વળી ભૂત – ભવિષ્ય - વર્તમાન સર્વકાળના સ્વરૂપને સમકાળે જાણે – દેખે છે ૩. જે નિર્મળ જ્ઞાનના ભંડાર છે. (૬)