Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
મુનિપતિ કહે નિજ કરમે કરીજી, સુખ દુઃખ પામે સહુ સંસાર રે; કર્મ દુગંછાએ જે બાંધ્યું તુમેજી, ઉદય આવશે તે નિરધાર રે. ૨૬ શુભમતિ રાણી તે ઈમ સાંભળીજી, કરતી પશ્ચાતાપ અપાર રે; મુનિને વાંદી નિંદે કર્મનેજી, ત્રિવિધ ત્રિવિધ શું તેણી વાર રે. ૨૭ જિન કહે જો તુમ્હે નિંદો અછોજી, દુષ્કૃત દુગંછા તે કર્મ રે; આલોચન કરતાં અમ શાખથીજી,. શિથિલ થયા તે કર્મના મર્મ રે. ૨૮ પણ દુગંછા કર્મ વિપાકથીજી, ભવમાંહી ભમતાં એકવાર રે; ઉત્કૃષ્ટી લહેશો આપદાજી, નિબિડ કર્યું કરી નિરધાર રે. ૨૯ ઈમ સાંભળીને આનંદેશુંજી, નિર્મળ ભાવે સહુ નરનાર રે; મુનિને વંદી બેઠા વિમાનમાંજી, પહોંત્યા ગજપુર નગર મોઝાર રે. ૩૦ વિહાર કરે તિહાંથી કેવલીજી, દેશ વિદેશે વિચરે સોય રે; આઠમી ઢાળે ઉદય કહે ઈશ્યુજી, કીધાં કર્મ ન છૂટે કોય રે. ૩૧ ભાવાર્થ : જયસૂરરાજાના વચન સાંભળીને શુભમતિરાણીને મુનિવર પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થયો અને શુભમતિ રાણી મુનિવરને ઓળખીને વારંવાર વંદન કરવા લાગી અને કહે છે. (૧)
ખરેખર આ સંસારમાં મુનિવર મોટા મહાન છે. અહો મુનિવરને ધન્ય છે. જેમણે મનથી પણ મોહનીય કર્મ ચકચૂર કર્યું છે. વળી જે મુનિ શરીરની જરા પણ સાર સંભાળ કરતાં નથી અને ધન્ય છે તે મુનિવરને જે ક્ષમાના ભંડારી છે. (૨)
વળી જેમણે ચડતી યૌવનવયમાં વિષયસુખોને દૂર ધકેલ્યા છે. ભામિનીનો ત્યાગ કર્યો છે. તે જ પુરુષોમાં મહાન શૂરવીર ગણાય છે. (૩)
તેમ આ મુનિવર તે ત્રણેય વસ્તુને જીવનમાં આચરી ચૂક્યા છે. તેથી મોટા શૂરવીર છે. (૩)
વળી તે સર્વજીવરાશી પ્રત્યે દયાવંત છે. કાયાનું દમન કરનારાં છે. વળી તેમણે પટ્કાય જીવોની રક્ષા કાજે આરંભ સમારંભ તજી દીધેલા છે. વળી ઉન્હાળાના ભયંકર તાપથી કાયા તપી રહી હોવા છતાં પણ પોતાના શરીરે લેશ પણ પાણીનો સ્પર્શ થવા દેતાં નથી. અર્થાત્ ઠંડક અર્થે શરીરનું સ્નાન, અર્ધ સ્નાન પણ તેમણે તજી દીધેલ છે. (૪)
આવા મુનિવરને જોઈને શુભમતિના મનમાં ભાવ પ્રગટ થયો કે હે સ્વામિન્ ! તમે સાંભળો. આ નિગ્રંથ એવા મહામુનિને સ્નાન કરાવીયે કે જેથી તેઓ નિર્મલ બને. (૫)
૪૬